News of Tuesday, 5th August 2025
મોરબીમાં ઇશુદાનની સભામાં યુવક ઉપર લાફાવાળી . :જુઓ વિડીયો
ભરત ફુલતરીયા સવાલ પુછી રહ્યા હતા ત્યારે અજાણ્યો વ્યકિત ફડાકો મારીને નાશી છુટયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. પઃ મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભામાં એક વ્યક્તિએ સવાલ પૂછતાં અન્ય એક વ્યક્તિએ તેને ફડાકો ઝીકી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ જેને ફડાકો પડ્યો તે વ્યક્તિએ રોષ પણ પ્રગટ કર્યો હતો.
મોરબીના પંચાસર રોડ ઉપર આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે જાહેર સભા સંબોધી હતી. આ સભા દરમિયાન જ્યારે ઈશુદાન ગઢવી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે ભરત ફુલતરીયા નામના એક યુવકે આગળ આવી પ્રશ્ન પૂછવાની વાત મૂકી હતી. જેથી તેને માઈક આપવામાં આવ્યું હતું. જો કે આ વ્યક્તિએ આકરા સવાલો પૂછતાં ત્યાં ઉભેલા લોકોએ માઈક છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વ્યક્તિને એક ફડાકો પણ ઝીકી દીધો હતો.
આ મામલે ઈશુંદાન ગઢવીને પૂછવામાં આવ્યું કે ફડાકો મારનાર આપનો કાર્યકર હતો કે નહીં તો એમને જણાવ્યું કે અત્યારે એવું લાગતું નથી. કોઈ સામાન્ય પ્રજા હશે. વધુમાં તેઓએ કહ્યું કે આવું ન કરવું જોઈએ. પ્રશ્ન પૂછવાનો દરેકને અધિકાર છે. ભાજપે આ નિમ્ર કક્ષાની હરક્ત ન કરવી જોઈએ. સામી છાતીએ આવી ચૂંટણી લડવી જોઈએ. દરમિયાન આ શખ્સ ફડાકો મારીને નાશી છુટયો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. (૯.૧૪)
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
