તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 5th August 2025
તારા કારણે દસ વીઘા જમીન વેચવી પડી કહીને મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં માથા તેમજ શરીરે લાકડી, ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મળતકના બહેને ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મોટાભાઈએ કામ ધંધો ના કરતા નાના ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ આરોપી મહેશ મોહનભાઈ અઘારા રહે રાજપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તા.૩ ના રોજ બપોરના દીકરો પ્રવીણ નાહી ધોઈને બહાર ગયો અને રાત્રીના અઢી વાગ્યે ઘરે આવ્યો ત્યારે પિતા અને ભાઈ મહેશભાઈ જાગી ગયા હતા પ્રવીણભાઈ રૂમમાં જઈને સુઈ ગયા હતા મહેશ જાગીને લાકડી લઈને પ્રવીણ પાસે ગયો અને પ્રવીણને કહેવા લાગ્યો તું કાઈ કામ ધંધો કરતો નથી બહારથી ઉછીના રૂપિયા લઈને જલસા કરે છે તે લીધેલા રૂપિયા અમારે ભરવા પડે છે તારે કારણે દસ વીઘા જમીન વેચી નાખી અને તારા કારણે ઘરે રૂપિયા માંગવા વાળા આવે છે કહીને ઝઘડો કરી મહેશે આવેશમાં આવી લાકડી વડે માથા અને છરી વડે ઈજા કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું.
આમ મળતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (ઉ.વ.૩૭) નામના યુવાન કામધંધો કરતો ના હોવાથી અને બહારથી હાથ ઉછીના રૂપિયા લઈને જલસા કરતો હતો જેનું દેવું પિતા ભરતા હતા અને પિતાએ દસ વીઘા જમીન વેચી નાખી હતી જેથી મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ કંટાળી લાકડી અને શાક સોલવાના ચપ્પુ વડે માર મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
