<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એન પી કે ખાતરના ભાવના વધારાનો વિરોધ

 ઉપલેટા : તાજેતરમાં ઇફકો  દ્વારા એનપીકે ખાતરના ભાવમાં રૂપિયા ૧૩૦ નો વધારો કરતા તેમનો ખેડૂતોમાં વિરોધ ઉઠી રહ્યો છે ભાવ વધારો પાછો ખેંચવા અંગે ઉપલેટા મામલતદારને ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્‍યું શહેર કોંગ્રેસ પ્રમુખ કળષ્‍ણકાંત ચોટાઈ અને ભુપતભાઈ કનેરિયાએ જણાવેલ હતું કે સરકારે આ વર્ષમાં બીજી વખત વધારો કરીને ખેડૂતોને આર્થિક દમ આપવાની જે નીતિ અપનાવી છે તે ખોટી છે ખેડૂત અને ખેતી ભારતની આધારશીલા છે ખાતરના આવા ભાવ વધારાથી ખેડૂત નબળો પડશે ખેતી નબળી પડશે તો દેશ નબળો પડશે આમ ન થાય તે માટે આ ભાવ વધારો પરત ખેંચવા કોંગ્રેસના લાખાભાઈ ડાંગર, જયદેવસિંહ વાળા, ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા, ગુલામ હુસેન બાપુ બુખારી, જયદેવ ચંદ્રવાડીયા, ભરતભાઈ સુવા, રસિકભાઈ ભાષા, પ્રેમજીભાઈ રેવર, વિક્રમભાઈ ડાંગર ર્જયદેવ ડાંગર, કેશુભાઈ મેર, ભરતસિંહ ચુડાસમા, દિલાવરભાઈ સમા, બાબુભાઈ ડેર, વલ્લભભાઈ મુરાણી, કિશોરભાઈ વસોયા, હેમંતભાઈ જસાણી, હિમાંશુ પારગી વિગેરેએ માંગણી કરી હતી

(10:08 AM IST)