તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
કચ્છના સરહદી વિસ્તારમાં ૩.૭ નો વધુ એક ભૂકંપનો આંચકો: ધોળાવીરા પાસે કેન્દ્ર બિંદુ
આજે સવારે ૭.૨૦ ના આવેલ આંચકો કચ્છના ખડીર અને પચ્છમ વચ્ચે આવેલ ફોલ્ટ લાઇનનો આંચકો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : વિશ્વના વિવિધ દેશોમાં અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાઓ વચ્ચે આજે ફરી એકવાર કચ્છના સરહદી વિસ્તાર ધોળાવીરામાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. સિસ્મોલોજી કચેરીના ડેટા અનુસાર સવારે ૭.૨૦ વાગ્યે ૩.૭ નો આંચકો નોંધાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી પશ્વિમ ઉત્તરે ૨૬ કિમી દૂર નોંધાયું છે. આ આંચકા અંગે વધુ માહિતી આપતા ભૂકંપ અંગે સંશોધન કરનાર જાણીતા અભ્યાસુ વિશેષજ્ઞ ડો. ગૌરવ ચૌહાણ કહે છે કે, કચ્છમાં આવેલા ફોલ્સમાંથી આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટની નોર્થે આ ભૂકંપ આવ્યો છે. આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટની વાત કરીએ તો તે ૪ મોટા ભાગમાં વહેંચાયેલું છે જેમાં પચ્છમ સેગમેન્ટ, ખડીર સેગમેન્ટ, બેલા સેગમેન્ટ અને ચોરાર સેગમેન્ટ (પશ્ચિમથી પૂર્વ)નો સમાવેશ થાય છે. આ ચાર સેગમેન્ટ નાના નાના સ્ટ્રાઈક-સ્લિપ ફોલ્ટ્સના કારણે અલગ થયા છે. આજે આવેલો ભૂકંપ પચ્છમ સેગમેન્ટ અને ખાદિર સેગમેન્ટ વચ્ચેના સ્ટ્રાઈક-સ્લિપ ફોલ્ટ અને આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટના કોનફ્લુએન્સ ઝોનમાં આવ્યો છે જ્યાં આ બે ફોલ્ટ એકબીજાથી મળે છે જે એક વીકર ઝોન કહેવાય અને ત્યાંથી ઊર્જા સરળતાથી નીકળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આગળ પણ ૧૯૦૩માં આ વિસ્તારમાં ૫.૬ મેગ્નિટ્યુડનો અને ૨૦૨૪માં ૪ મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
