<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ગોંડલ ફાયર કર્મચારી કિશોરભાઈ તરવૈયાની અનોખી સમાજસેવા : સૌરાષ્‍ટ્રભરના ડેમોમાં ડૂબેલા ૧૦૦૦થી પણ વધુ મૃતદેહો પાણીમાંથી બહાર કાઢયા..

 (હરેશ ગણોદીયા દ્વારા ) ગોંડલ, તા.૪: સમાજમાં મોતી શોધવા માટે ડુબકીઓ મારનારા ઘણા લોકો જોવા મળે છે પરંતુ કોઈના હૈયા ફાટ રૂદન સાથેના આંસુઓ જોઈને મોત ની ડુબકીઓ મારનારા વ્‍યક્‍તિઓ ભાગ્‍યે જ જોવા મળતા હોય છે! તાજેતરમાં ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગમાં નોકરી કરતા કિશોરભાઈ ગોહિલનો નિવળત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ નિવળત્તિ સમારંભમાં અનેક રાજકીય અગ્રણીઓની ઉપસ્‍થિતિ વચ્‍ચે નિવળત્તિ બાદ પણ જ્‍યાં જરૂર પડે ત્‍યાં હર હમેશ માનવતાના મંત્રને સાર્થક કરવા તત્‍પર રહીશ તેવો કોલ પણ આપ્‍યો હતો.

( સૌરાષ્‍ટ્રભરના કોઈપણ નદી, નાળા, કુવા, તળાવ, ડેમોમાં પાણીમાં ગરક થયેલા વ્‍યક્‍તિને શોધવા માટે સાદ પાડો એટલે તે કોઈપણ ગામ કે શહેર જઈને અજાણી ધરતી પર મળતદેહ શોધવા માટેનું કાર્ય આરંભી દે છે. પછી પાણી ભલે વિશાળ નદીમાં ઘુઘવાટા મારતું હોય કે ઊંડા કૂવામાં મળતદેહની શોધખોળ કરવાની હોય ખાધા પીધા વગર ૩૬ - ૩૬ કલાકના અંતે પણ લક્ષ્ય સિદ્ધ થાય નહિ તે પહેલાં જળ ત્‍યાગ કરતા નથી. કપરા કાર્યમાં નદી - નાળા - પુરના હેલે ચડેલા પાણીને પણ ડખોળવા પડે છે. જેમને કારણે અનેક યાતનાઓ અને થાક ઘણી વખત મોતની સામે પણ ઝઝૂમવું પડતું હોય છે. તેઓ વર્ણન કરતા વધુ જણાવે છે કે અનેક વખત મળતદેહ શોધવાનું કાર્ય ચાલુ હોય કુવા ઉપરથી મોટા પથ્‍થરો પણ પડવાના બનાવો બન્‍યા છે. તળાવમાં ઊંડા પાણીમાં મળતદેહ શોધતી વેળાએ પાણીમાં રહેલ કાંટાઓ લાગવાના કારણે અનેક વખત પાણી પી ગયો હોવાનું પણ અનુભવો થયા છે. ડેમ પ્ર નાળામાં ધસમસતા પૂરના પ્રવાહમાં નાળુ છૂટી જતા ભેખડમાં ફસાય જવાના બનાવ તેમજ જીવજંતુ, સાપ ડોકમાં કે પગમાં વિટાયા હોવાના બનાવો પણ બન્‍યા છે. મળતદેહ શોધતી વેળાએ અનેક વખત મોતને હાથતાળી આપી હોવા છતાં મળતદેહો શોધવાનું માનવતાવાદી કાર્ય નિવળત્તિ બાદ પણ જ્‍યાં જરૂર પડે ત્‍યાં કાર્ય ચાલુ રાખવા તત્‍પર રહેશે.

 કિશોરભાઈને સુરત શહેરમાં થયેલી વર્ષ ૨૦૦૬ની જળ હોનારત વેળાએ સ્‍થાનિક તંત્ર દ્વારા પોતાની ફરજ નિભાવવા ગોંડલથી રવાના થયેલ હતા ત્‍યારે અધ્‍ધ વચ્‍ચે પોહચતા તેમના જુવાન પુત્રનું વાહન અકસ્‍માતમાં મળત્‍યુ થયું હોવાના સમાચાર મળતા ગોંડલ પરત બોલવામાં આવ્‍યા હતા. બાદમાં પુત્રને અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો. તેમ છતાં પુત્રના મોતના આઠમા દિવસે મળતદેહ શોધવાનો સાદ પડતા ગોંડલના આશાપુરા ડેમમાં ડૂબેલા મળતદેહને શોધી આપીને તેમના સ્‍વાજનોને પોતાનું દુઃખ ભૂલી અંતિમક્રિયાના હક્કો અપાવ્‍યા હતા. છેલ્લા ૪૦ વર્ષથી ફાયર વિભાગમાં ફરજ બજાવતા અને માનવ સેવાનો કાર્ય કરતા જાણે પોતાના જીવનનો માનવતાનો મંત્ર સાર્થક કરવા ગમે તે આપતી વેળાએ તત્‍પર રહેતા કિશોરભાઈને કોઈપણ પ્રકારની સન્‍માનની કે એવોર્ડની લાલચ વગર જ્‍યાં જરૂર પડે ત્‍યાં હાજર રહી પોતાની કાર્ય બેખૂબી થી નિભાવે છે.

ગોંડલ શહેર તેમજ પંથકમાં બનતી કોઈપણ ઘટનામાં ફઝય્‍જ્‍ ની ટીમ સાથે સંકલન કરીને નદી, નાળા, તળાવ, ડેમો, પુર હોનારત જેવી પરિસ્‍થિતિ વચ્‍ચે પોતાના જીવની પરવાહ કર્યા વગર ૨૦૦ થી વધુ માનવ જીંદગીઓ બચાવી અનેક પરિવારોને મોતના મુખ માંથી બહાર કાઢયા છે. ત્‍યારે કોઈપણ જગ્‍યાએ આપતી વેળાએ પલભરનો વિચાર કર્યા વગર ગમે ત્‍યાં કુદી પડતા હોય છે. ત્‍યારે આગના બનાવો હોય કે મકાનો ધરાશાયી થયા હોય તેવા બનાવોમાં પણ કોઈપણ જાણે વિલંબ કર્યા વગર પોહચી જતા હોય છે. ફાયરમાં ૪૦ વર્ષ સુધી ફરજ પર રહી અનેક કાર્યો તેમને કરેલા હોવાથી તઓની નિવળત્તિ વેળાએ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્‍યાસ અને નગરપાલિકા સદસ્‍યો તેમજ ફાયર સ્‍ટાફ દ્વારા તેમનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્‍માન કરી નિવળત્તિ વિદાય આપી હતી. ગોંડલ ફાયર વિભાગમાં ૪૦ વર્ષની નોકરી દરમ્‍યાન અનેક સામાજિક સંસ્‍થાઓ તેમજ ગુજરાત સરકારના મિનિસ્‍ટરો દ્વારા બન્ને મળીને ૧૦૦ થી વધુ વખત સન્‍માનિત કરવામાં આવ્‍યા હોવાનું કિશોરભાઈએ જણાવીને મારી ૪૦ વર્ષની ફરજ દરમ્‍યાન અનેક સન્‍માનો મળ્‍યા હોવાનો ગૌરવભેર જણાવ્‍યું હતું પરંતુ આ સાથે ગરિમા એવોર્ડ ન મળ્‍યો હોવાનો વસવસો પણ વ્‍યક્‍ત કર્યો હતો.

(10:56 AM IST)