તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
દેશસેવામાં ૨૪ વર્ષ બાદ નિવળત્ત થતા કોડીનારના દુદાણા ગામના રાઠોડનું સન્માન
સન્માન યાત્રામાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સન્માન કર્યું જ્યારે ૪૦૦ થી ૫૦૦ ટુ-વ્હીલર અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૫: તાલુકાના દુદાણા ગામના પનોતા પુત્ર અને ભારતીય સેનાના હવાલદાર રામસિંહભાઈ દુલાભાઈ રાઠોડ ૨૪ વર્ષની રાષ્ટ્ર સેવા બાદ ૩૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ નિવળત્ત થઈને માદરે વતન પરત ફર્યા હતા. તેમના આગમનને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેમના સન્માન માટે ગામ લોકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
વર્ષ ૨૦૦૧માં વેરાવળ ખાતે GIDC ગ્રાઉન્ડમાં ભરતી થઈને રામસિંહભાઈ ભારતીય સેનામાં જોડાયા હતા. નાસિકમાં સઘન તાલીમ લીધા બાદ તેમને જમ્મુ-કાશ્મીર, રાજોરી-પૂંછ, અને બારામુલા-મછાલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી હતી. આતંકવાદીઓ સામે બહાદુરીપૂર્વક લડીને તેમણે અનેક આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો. તેમણે હરિયાણા અને ફરીથી કાશ્મીરમાં પણ સેવા આપી અને છેલ્લે આસામના દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવીને દેશની સેવા કરી હતી.
રેલીની શરૂઆત કોડીનારની સોમનાથ એકેડમીથી થઈ હતી. એકેડમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી અને તેમના સ્ટાફ પરિવારે સોમનાથ મહાદેવની પ્રતિકળતિ આપીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે, સંસ્થાના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ‘'મા ભારતના જય' ના નારા લગાવીને સમગ્ર વાતાવરણને દેશભક્તિથી ગુંજવી દીધું હતું.
યાત્રામાં ૪૦૦ થી ૫૦૦ ટુ-વ્હીલર અને ૧૦૦૦ જેટલા નાગરિકો જોડાયા હતા. રેલી કોડીનાર પાણી દરવાજા, છારા ઝાપા થઈને દુદાણા ગામ પહોંચી હતી. દુદાણા ગામમાં પહોંચતા જ ગ્રામજનો અને શાળાના બાળકોએ ‘મા ભારતના જયઘોષ' સાથે નિવળત્ત આર્મી જવાનનું સ્વાગત કર્યું હતું. આ તકે, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર, બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન પી.એસ. ડોડીયા, ભગુભાઈ પરમાર સહિત કોડીનાર તાલુકાના અને દુદાણા ગામના આગેવાનો અન્ય સમાજના આગેવાનો અને દુધાળા ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા રામસિંહભાઈના ત્યાગ અને બલિદાનને બિરદાવવા માટે સન્માનપત્ર અને સ્મળતિચિホ એનાયત કરવામાં આવ્યા હતા.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
