તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
લંડનમાં પૂ.રાજરાજેશ્વરગુરૂજી અને પૂ.જેન્તિરામબાપા દ્વારા રૂદ્રયજ્ઞ

જુનાગઢઃ પવિત્ર શ્રાવણમાસ દરમિયાન શિવની આરાધનામાં સંતો ભક્તો લીન્ન બન્યા છે ત્યારે વિદેશની ધરતી લંડન (યુકે)માં સંતશ્રી રાજેશ્વર ગુરૂજીના ઈન્ટરેશનલ સિધ્ધાશ્રમ ખાતે ભોળાનાથની પ્રસન્નતા માટે રૂદ્રયજ્ઞ યોજાયો હતો જેમાં સનાતન ધર્મભીષણ સંતશ્રી રાજરાજેશ્વર ગુરૂજી. પૂ.જેન્તીરામ બાપાએ આ યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધી સાથે આહુતી આપી બીડુ હોમી અને સમગ્ર વિશ્વના તમામ જીવોનો સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. ઉપરોક્ત તસ્વીરમાં યજ્ઞમાં આહુતી આપતા બન્ને સંતો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
