News of Tuesday, 5th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણઃ હળવા-ભારે ઝાપટા
વાવણી બાદ ધીમીધારે વરસતા વરસાદથી પાકને ફાયદોઃ જા કે હજુ પણ સાર્વત્રિક વરસાદની રાહ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાળદછાંયા વાતારણ સાથે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.
વાવણી બાદ ધીમીધારે વરસતા વરસાદથી પાકને ફાયદો થયો છે. જો કે હજુ પણ સાર્વત્રિક વરસાદની રાહ સૌ કોઇ જોઇ રહ્યા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. આજે સતત બીજા દિવસે પણ જુનાગઢ સહિત સોરઠમાં વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. જુનાગઢ શહેર તેમજ ગિરનાર પર સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગિરનાર પર્વત પર છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩ મીમી વરસાદ નોંધાયા બાદ આજે સવારે ફરીથી મેઘરાજાએ આળસ મરડી હતી. વહેલી સવારથી ગિરનાર પર વરસાદી માહોલ રહ્યો હતો પરંતુ સવારે ૮ વાગ્યે ગિરનાર ખાતે ૫ મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં પણ સવારથી ધીમીધારે મેઘ કળપા થઈ રહી હોવાથી શહેરમાં એક મીમી પાણી પડ્યાનું નોંધાયું હતું. આજે સવારે વંથલી તેમજ કેશોદ પંથકમાં પણ મેઘરાજાએ આગમન કર્યું હતું. જેના પગલે બંને તાલુકામાં બે બે મીમી વરસાદ થયો હતો ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ રહ્યો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-ર૬સે., મહતમ તાપમાન-૩૧.૬, ભેજનું પ્રમાણ-૮૦ ટકા, પવનની ગતિ-૮.પ કિ.મી. રહી હતી.
આજે સવારે જામજોધપુરમાં માત્ર ર મી.મી. વરસાદ ઝાપટારૂપે પડયો છે.
દેવભુમી દ્વારકા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદના સ્વિરામ પછી ગઇકાલથી ફરી જિલ્લામાં વરસાદ શરૂ થતાં રાહ જોતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
ગઇકાલે દ્વારકા પંથકમાં અડધો ઇંચ તથા ખંભાળિયામાં ઝાપટા પડયા હતા. ખંભાળિયા શહેરમાં માત્ર ઝાપટા હતા જયારે સ્ટેશનથી આગળ જામનગર જતાં રસ્તા પર અડધા ઇંચથી ઉપર વરસાદ પડતા પાણી ભરાઇ ગયા હતા. ભાણવડમાં પણ ઝાપટા પડયા હતા તથા ગત રાત્રે ઘુમલી વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. આજે વહેલી સવારથી ખંભાળીયા શહેરમાં જોરદાર ઝાપટા સાથે વરસાદ શરૂ થયો હતો. સવારે છ વાગ્યે તથા સાડા છ વાગ્યે વરસાદના બે જોરદાર ઝાપટા પડતા પાણી ચાલતા થઇ ગયા હતા. (પ-૧૬)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
