તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 5th August 2025
રાજનીતિ કરવાનાં ઘણા ઠેકાણા છે, સમય પણ આવશે, સમાજની બહેન દીકરી મુદ્દે રાજનીતિ ન કરોઃ મનોજ પનારા
સ્ટેજ ઉપરથી તેમજ બાદમાં મીડિયા થકી રાજનીતિ કરનારાઓને આકરી ટકોરઃ જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયાની પ્રેસ કોન્ફરન્સ બાદ મનોજ પનારા ખૂલીને મેદાને

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૫: મોરબીમાં દાંડિયા કલાસીસના દુષણ સામે એલાને જંગ છેડી જનક્રાંતિ સભાના માધ્યમથી રવિવારે પાટીદાર સમાજે અભૂતપૂર્વ શક્તિ પ્રદર્શન કરી સમાજની એકતાના દર્શન કરાવ્યા છે ત્યારે સોમવારે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયાએ સભાના આયોજકોએ સિલેકટેડ લોકોને જ બોલાવ્યા હોવાનું અને ચૂંટણી આવતા સમાજ યાદ આવ્યો હોવાની માર્મિક ટકોર પત્રકાર પરિષદ યોજી કરતા પાટીદાર યુવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ કોઈપણ નેતાના નામ લીધા વગર જ આ મુદ્દે કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, કમસેકમ બહેન દીકરીઓના પ્રશ્ને રાજનીતિ ન કરો તમારે રાજનીતિ કરવી હોય તો સામસામે આવી જાવ તેમાં સમાજને વચ્ચે ન લો.
અજય લોરીયાની પત્રકાર પરિષદ બાદ પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ જણાવ્યું હતું કે, જનક્રાંતિ સભા અંગે સમાજના કોઈપણ વ્યક્તિએ ટીકા કરવી ન જોઈએ, સમગ્ર આયોજન સમાજની સંસ્થાઓનું હતું, હું તો માત્ર એક હિસ્સો હતો, મારી એક નાની એવી જવાબદારી હતી. બાકી આ સભા વિશે સંસ્થાઓ સિવાય કોઈને ટેલિફોનિક આમંત્રણ અપાયું ન હતું. જેને પણ દિલમાં એમ લાગતું હતું કે, આ મારા સમાજનો પ્રસંગ છે, સભા છે તેવા લોકો આવ્યા હતા. અને જે લોકો ન આવી શકયા એ પણ સમાજની સાથે સાથે જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
વધુમાં મનોજ પનારાએ ઉમેર્યું કે આ પ્રશ્ન મોરબીના પાટીદાર સમાજની બહેન દિકરીઓનો નહિ પણ આખા ગુજરાતની બહેન દીકરીઓનો હતો. આ સમાજમાં જાગળતિ લાવવા માટેનો કાર્યક્રમ હતો કોઈનો દાવ લઈ લેવાનો કે કોઈને પાડી દેવાની કોઈ વાત ન હતી અને જે લોકો જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા પ્રયાસ કરે છે તેને મારી બે હાથ જોડીને વિનંતી છે કે, કુસ્તીના મેદાન બીજા ઘણા બધા આવશે. રાજકારણ કરવાના મેદાન બીજા ઘણા બધા આવશે, પણ કમસેકમ આ સભાને કે આ વિષયને તો બક્ષી દયો, દરેક જગ્યાએ રાજનીતિ, રાજનીતિ, રાજનીતિ ન હોય
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
