News of Tuesday, 5th August 2025
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર જિલ્લાના પસાયા મહાકાળી માતાજીના મંદિરે ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો યોજાયા
શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.05 : રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર તાલુકાના પસાયા ગામમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.પસાયા ગામના અગ્રણી શ્રી ધનુભા જાડેજા અને તેમના પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, અને સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે ડો. હાર્દિકભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, યાર્ડના ડિરેક્ટરો, આસપાસના ગામના સરપંચો, આગેવાનો, રાજપૂત યુવા સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના શ્રી રાજેશ્વરી ટ્રેડિંગના શ્રી મહિપતસિંહ દિલુભા જાડેજા અને ગુલાબસિંહ ભગવાનજી જાડેજા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું બળદગાડાની પ્રતિકૃતિ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જાડેજા પરિવારના મોભી અને પસાયા ગામના પૂર્વ સરપંચ દિલુભા જાડેજા, હેમભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, કેશુભા જાડેજા તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપૂત શક્તિ સંસ્થાના પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
