News of Tuesday, 5th August 2025
રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવ્યો
ચાલુ રિક્ષામાં એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, અને ચાલુ રીક્ષામાંથી નીચે પટકાઈ પડ્યા હતા

જામનગર, તા.૫
જામનગરના ધરાનગર વિસ્તારમાં આજે સવારે એક કરુણ બનાવ બન્યો છે.
દૂધ આપવા જઈ રહેલા એક રિક્ષા ચાલકને અચાનક ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ નામના ૫૦ વર્ષથી આઘેડ કે જેઓ રીક્ષા છકડામાં દૂધ આપવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓને ચાલુ રિક્ષામાં એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, અને ચાલુ રીક્ષામાંથી નીચે પટકાઈ પડ્યા હતા, અને રિક્ષાછકડો પણ આગળ જઈને થંભી ગયો હતો.
દરમિયાન તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, અને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, ત્યારબાદ પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઇસ્માઈલભાઈના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
