<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ખંભાળિયા તાલુકાના 10 ગામોના વીજ ધાંધીયાથી ખેડૂતો પરેશાન : કચેરીનો ઘેરાવ કરી PGVCL અધિકારીઓ સામે ઉગ્ર રજૂઆત

વીજ ધાંધીયાના કારણે સિંચાઈ માટે જરૂરી વીજળી સમયસર ના મળતા મગફળી સહિતના પાકો નષ્ટ થવાની ભીતિ

ખંભાળિયા તાલુકાના આશરે 10 ગામોના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ધાંધીયાથી પરેશાન છે, જેથી PGVCL કચેરીએ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા વીજ પુરવઠા અંગેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કરી પોતાની માંગ સાથે અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો 

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આશરે 10 ગામોના ખેડૂતોને છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો ન અપાતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. PGVCL કચેરીએ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા વીજ પુરવઠા અંગેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વીજ ધાંધીયાના કારણે સિંચાઈ માટે જરૂરી વીજળી સમયસર ના મળતા મગફળી સહિતના પાકો નષ્ટ થવાની ભીતિ છે. ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કરી પોતાની માંગ સાથે અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

(9:44 PM IST)