<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિતે સુંદર ફૂલોના શણગાર-ભવ્ય દીપમાળા

પ્રખ્યાત ભાવિક ગજ્જરના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતીનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળારોડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરએ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી પ્રખ્યાત ભાવિક ગજ્જરના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતીનું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ હતું.

    મંદિરના મહંત પ્રવિનગીરી મહારાજ દ્વારા ખૂબ સરસ આરતી ઉતારવામાં આવી હતી આ મહાઆરતીમાં ભાજપ મહિલા મોરચા જિલ્લા ના પ્રમુખ ભાવનાબેન કૈલા ભૂમિબેન પંડ્યા તેમજ ભાજપ શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રી બેન વાઘેલા, કારોબારી સભ્ય યોગીતાબેન ઝાલા, સરલાબેન રાચ્છ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી આ મહાઆરતીનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

(11:12 PM IST)