તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
માળિયાના ગુલાબડી રોડ પરથી દેશી જામગરી બંદુક સાથે એક શખ્શ ઝડપાયો
પોલીસે દેશી જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના ગુલાબડી જતા રોડ પરથી પોલીસે દેશી જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા (મી.) પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગુલાબડી જવાના રોડ પર એક શખ્શ શંકાસ્પદ આંટા ફેરા કરે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી આરોપી સદામ કાસમ ભટ્ટી (ઉ.વ.૩૨) ( રહે જુના હંજીયાસર તા માળિયા (મી.) વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી બંદુક કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
