<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

માળિયાના વાધરવા ગામની સીમમાં કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત.

મૂળ રાજસ્થાનના વતની સુરપાલસિંગ વીરસિંગ તનવનું કેનાલમાં ડૂબી જતા મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયાના વાધરવા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા ૨૨ વર્ષના યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મૂળ રાજસ્થાનના વતની સુરપાલસિંગ વીરસિંગ તનવર (ઉ.વ.૨૨) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

 

(12:42 AM IST)