<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

બગસરામાં અટલજી પાર્કથી પેટ્રોલ પમ્‍પ સુધીના રોડમાં ભ્રસ્‍ટાચાર!

પાંચ મહિના પહેલા બનેલ ડામર રોડ

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૬: બગસરામાં નવો બાયપાસ રોડ એટલે કે અટલજી પાર્કથી સીએનજી પંપ સુધીનો રસ્‍તો પાંચ મહિના પહેલા જ ચાર કરોડથી વધારેના ખર્ચે બનાવવામાં આવ્‍યો હતો. આ રોડ માં ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે. ફક્‍ત ચાર કિલોમીટર જેટલો ડામર રોડ ચાર કરોડના ખર્ચે બનાવેલ હતો પરંતુ રોડમાં લોલમ લોલ થયું હોય તેવું લાગી રહ્યું છે. આ ચાર કિલોમીટર ચાર કરોડના ખર્ચે બનાવેલ જયારે પીઠડીયા ચોકડીથી કુંકાવાવ સુધીનો રોડ જે ૧૫ કિલોમીટર જેટલો નવો બનાવ્‍યો તેનો ખર્ચ પાંચ કરોડ થયો હતો જયારે આ રોડમાં એક પણ કાંકરી ઉખડેલ નથી, ત્‍યારે આ ચાર કરોડના ખર્ચે બનાવેલ ચાર કિલોમીટરનો રોડમાં અનેક જગ્‍યાએ ખાડાઓ પડી ગયા છે ત્‍યારે લોકોમાં આ રોડ બાબતે ચર્ચાઓ ઉઠી રહેલ છે કે આટલા મોટા ખર્ચે બનાવેલ રોડ ફક્‍ત પાંચ મહિનામાં બિષ્‍માર થઈ ગયો છે. શહેરનો એક માત્ર આ બાયપાસ હોવાથી આવા ખાડા પડવાથી ભસ્‍ટાચાર આચરેલ હોય તેવું સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે. તો લોકોમાં માંગ ઉઠી છે કે આ રોડ જે ગેરેંટી પિરિયડમાં હોય તો આ રોડને ફરી બનાવવમાં આવે.

જયારે આ બાબતે સ્‍ટેટ રોડ એસ.ઓ. જિલ્લા સબ ડીવીજન સોલંકી સાથે વાત કર્તા તેમણે જાણવ્‍યું કે આ અગાવ જે ખાડા પડ્‍યા હતા તે એજન્‍સી એ પોતાના ખર્ચે બુરવામાં આવ્‍યા છે અને હાલમાં પડેલ ખાડા પણ બે દિવશમાં બુરાઈ જશે અને ચોમાસાની સીઝન પુરી થયે તેના ઉપર ફરી ડામરનું લેયર કરી આપવામાં આવશે અને આ રોડને ફરી પાછો હતો એવોજ બનાવી આપવામાં આવશે. 

(10:17 AM IST)