News of Wednesday, 6th August 2025
મોટી પાનેલી તથા કોલકી ગામે બે વૃધ્ધના મોત

ઉપલેટા,તા.૬: તાલુકાના મોટી પાનેલી નવાપરા વિસ્તારમાં રહેતા અને ફ્રીજ તથા ઈલેક્ટ્રીક નું રીપેરીંગ કામ કરતા બાવાજી જમનાદાસ ગંગારામ કાપડી ઉ.વ. ૭૫ તેના ઘરે હતા ત્યારે એટેક આવતા ફરજ ઉપરના ડોક્ટરે મળત જાહેર કરેલ હતા વળદ્ધ એકલવાયું જીવન જીવતો હોય જમાદાર દિનેશભાઈ ગોંડલીયા એ તેમના વાલી વારસ ની શોધખોળ હાથ ધરેલ છે.
આંબલીના ઝાડ ઉપરથી પડતા
કોલ્કી ગામે રહેતા અને ખેતી કામ કરતા મગનભાઈ ડાયાભાઈ ચીખલીયા ઉ. વ. ૬૫ ગઈકાલે નાગવદરથી ગધેથળ જતા રસ્તા ઉપર આંબલી ઝાડ ઉપર ચડેલા હતા ત્યારે અકસ્માતે પડતા તેમને જમણા પડખા તેમજ ખંભામાં ઈજાઓ થયેલ હતી જેમનું પણ મોત થયેલ હતું આ અંગે ભાયાદર પોલીસે તપાસ હાથ કરેલ છે. આ તસવીર જમનભાઈની છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
