<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

માંગરોળ પાસે ટ્રક અને કાર અથડાતા મોરબીના સાદુળકાના

શખ્‍સનું મોતઃ બે યુવાનોને ગંભીર ઇજાઃ બલેનો કાર ભંગાર બની ગઇ કૌટુંબિક સદસ્‍યો જામનગરથી સોમનાથ દર્શને જતા'તાઃ શારદા ગ્રામ પાસે અકસ્‍માત

(નરેશ ગોસ્‍વામી દ્વારા) માંગરોળ તા. ૬ :.. માંગરોળ વેરાવળ હાઈવે પર શારદાગ્રામ નજીક બપોરે ટ્રક અને કાર વચ્‍ચે સર્જાયેલા ભયાનક અકસ્‍માતમાં કારમાં સવાર એક યુવાનનું ઘટનાસ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલા બે યુવાનોને જુનાગઢ રિફર કરાયા છે. અકસ્‍માતમાં કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.

મળતી વિગતો મુજબ-જામનગરથી કાર (GJ ૧૦ EC ૨૯૯૧)માં બેસી કૌટુંબિક સદસ્‍યો સોમનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્‍યારે  સામેથી આવી રહેલા ટ્રક (GJ ૧૫ YY ૩૦૧૫) અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા કારમાં સવાર મોરબી નજીકના સાદુરકા ગામના રહેવાસી દેવેન્‍દ્રસિંહ મેરૂભા ઝાલા (ઉ.વ. આશરે ૩૦)નું ઘટનાસ્‍થળે મળત્‍યુ નિપજ્‍યું હતું.

જ્‍યારે ઈજાગ્રસ્‍ત યશપાલસિંહ મહાવીરસિંહ વાઘેલા તથા નિકુલસિંહ બળદેવસિંહ ઝાલાને તાબડતોબ ૧૦૮ના પાયલટ હુસેનભાઈ મથ્‍થા તથા ઈએમટી દિપકભાઈ ચુડાસમાએ માંગરોળ સરકારી હોસ્‍પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્‍યાં બન્નેની હાલત ગંભીર જણાતા તેઓને જુનાગઢ રિફર કરાયા હતા. અન્‍ય એક ઈજાગ્રસ્‍ત યુવકને માંગરોળ સરકારી હોસ્‍પિટલે સારવાર આપવામાં આવી હતી. અકસ્‍માતમાં એક યુવાનનો આબાદ બચાવ થયો હતો.

અકસ્‍માત સર્જાયાની જાણ થતાં મામલતદાર એચ. એન. પરમાર તથા પીઆઈ એચ.કે. દેસાઈ સહિત પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયા હતા. અકસ્‍માત એટલો ગંભીર હતો કે બલેનો કારનો આગળનો ભાગ ભંગારમાં ફેરવાયો હતો. સ્‍થાનિકોએ ભારે જહેમત બાદ મળતક અને ઈજાગ્રસ્‍ત યુવાનોને કારમાંથી બહાર કાઢયા હતા

(11:21 AM IST)