<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

બગસરાના સંમેલનમાં ગોરક્ષા અભિયાનનો સંકલ્‍પઃ ડીસેમ્‍બરમાં ત્રિમાતૃ મહોત્‍સવ

રાજકોટ સહિત ગામેગામના ભકતોનો સૂરઃ ગાય બચાવો, દેશ બચાવો

બગસરામાં જુના સ્‍વામિનારાયણ મંદિરમાં ગયા રવિવારે શ્રી વિવેકસ્‍વરૂપદાસજી સ્‍વામી દ્વારા યોજાયેલ ગોૈભકત સંમેલનમાં ઉપસ્‍થિત સંતો-મહંતો અને ગોૈભકતોની તસ્‍વીર.

રાજકોટ તા.૬:  બગસરા શહેરના જૂના સ્‍વામિનારાયણ મંદિર ખાતે મોટું ગૌ-સંસ્‍કળતિ રક્ષા સંમેલન યોજાયેલ. શ્રી વિવેકસ્‍વરૂપદાસ સ્‍વામીજીના માર્ગદર્શન અને સંકલન હેઠળ ઠેરઠેરથી સમસ્‍ત હિંદુ સમાજના પૂજ્‍ય સાધુ સંતો, સ્‍ટેટ એનિમલ વેલ્‍ફેર બોર્ડના નેશનલ મેમ્‍બર શ્રી દિલીપભાઈ શાહ, મુરબ્‍બી શ્રેષ્ઠી શ્રી અરવિંદભાઈ સંઘવી, ગૌપાલન-ગૌસેવા ક્ષેત્રે કાર્યરત ગૌભક્‍તો, વગેરે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. અલગ અલગ વ્‍યક્‍તિ અને સાધુસંતોએ ચોટદાર પ્રવચનો આપ્‍યા હતા. સાંપ્રત સમયમાં કેન્‍સર, એટેક, જેવી જીવલેણ વ્‍યાધિઓ ફેલાઈ રહી છે ત્‍યારે ગાયમાતાને સંલગ્ન આપણી સંસ્‍કળતિ મુજબની જીવનપદ્ધતિ આપણને સ્‍વસ્‍થ અને ઉર્જાવાન બનાવવા માટે એકમાત્ર વિકલ્‍પ રહ્યો છે ત્‍યારે વિવેકસ્‍વરૂપ સ્‍વામી ગાયોના જતન, સંવર્ધન અને ગાયોને પુનઃ આપણી જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવવા માટે અહાલેક જગાવી સમસ્‍ત સનાતન હિન્‍દુ સમાજના તમામ જનોને સતત પ્રેરિત કરવા માટે આ પ્રકારના આયોજનો કરી રહ્યા છે.

ગાય આધારિત પ્રાકળતિક ખેતી અને ગાયના શુદ્ધ પૌષ્ટિક દૂધ ઘી સૌ અપનાવે તે માત્ર આવશ્‍યક જ નહીં, અનિવાર્ય પણ બન્‍યું છે. ગાયની રક્ષા અને સુચારુ પાલન બાબતે સૌ એક થાય અને સૌના સ્‍વાસ્‍થ્‍ય અને જીવન સુધરે તે માટે આવા આયોજનો દ્વારા સંતો સમાજને સાચી દિશા બતાવવાની તેઓની જવાબદારી સમજીને સામાજિક ઉત્‍થાન માટે સતત કાર્યરત હોય ત્‍યારે સરકાર અને નાગરિક સમાજ બંનેનો સાથ સહકાર મળશે તો આપણી સંસ્‍કળતિ, ગાય માતા અને દેશની બહુ મોટી સેવા જ ગણાશે. ગાય બચાવો, દેશ બચાવો. તેવો સૂર સંમેલનમાં વ્‍યકત થયો હતો.

બગસરામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્‍દિ વર્ષ નિમિતે તા.૧૪ થી ૨૧ ડીસેમ્‍બર ત્રિમાતૃ મહોત્‍સવ યોજવાનું જાહેર કરવામાં આવ્‍યું છે. જેમાં શ્રીમદ સત્‍સંગ જીવનકથા, શિક્ષાપત્રી કથા અને ગોૈકથા થશે. જેમાં હિન્‍દુ જાગૃતિ અને ગોૈરક્ષાનો સંદેશ આપવામાં આવશે.

(11:26 AM IST)