<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

મુળીના સરા ગામે વિજશોકથી થાંભલા નીચે પટકાતા આસીસ્‍ટન્‍ટ લાઇનમેનનું મોત

વઢવાણ તા.૬: મુળી તાલુકાના સરા ગામમાં PGVCLમાં આસિસ્‍ટન્‍ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા બાબુલાલ શિયાળીયા (ઉ. ૪૦ વર્ષ)નું વીજશોક લાગવાના કારણે દુર્ભાગ્‍યપૂર્વક મળત્‍યુ નિપજ્‍યું છે.

તેઓના જવાબદારી વિસ્‍તારમાં સુંદરીભવાની ગામનું ૬૬ કે.વી. સબ સ્‍ટેશન આવતું હતું.  સુંદરીભવાની ૬૬ કે.વી. સબસ્‍ટેશનમાંથી નીકળતો ‘‘રાજ'' એ.જી. ફીડર ફોલ્‍ટમાં હોવાના કારણે ત્‍યાં H.T લાઇનનો વાયર તૂટી ગયો હતો. આ વાયરની મરામત માટે સબસ્‍ટેશનની પાછળના ભાગે સ્‍થિત થાંભલા પર ચઢી વાયર સાંધવાનું કાર્ય કરી રહ્યા હતા, તે સમયે અચાનક વીજશોક લાગતા નીચે પટકાયા હતા. તાત્‍કાલિક સારવાર માટે તેમને મોરબી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા. મળતદેહને વધુ તપાસ અને પોસ્‍ટમોર્ટમ માટે હળવદ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. વિજતંત્રના જોખમી કામ વચ્‍ચે ફરજ નિભાવતાં એક નિષ્ઠાવાન કર્મચારીના અચાનક અવસાનથી PGVCL અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.(

(11:28 AM IST)