News of Wednesday, 6th August 2025
ચુડાના વેજલકા ગામે ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વઢવાણઃ ચુડા ચાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વેજલકા ગામે પાંચો કરશનભાઇ સીતાપરા તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહયો છે. પી.એસ.આઇ. આઇ.એ. ભટ્ટી, રમેશભાઇ મીઠાપરા સહિત ટીમે દરોડો પાડીને ૨૮૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ૨૫ લીટર દેશી દારૂ સહિત રૂ.૭૫,૦૦૦નો મુદામાલ કબ્જે કર્ર્યો હતો. જો કે દરોડામાં દારૂની ભઠ્ઠી ચલાવતો પાંચો સીતાપરા હાજર મળ્યો નહોતો.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
