તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
કેશોદના છેતરપીંડીના ગુન્હામાં ર વર્ષથી ફરાર આરોપીની ધરપકડ
પેરોલ ફર્લો સ્કવોર્ડ-જુનાગઢની ટીમે ઝડપી લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬ : રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાયો છે.
ર વર્ષથી ફરાર આરોપી જયદીપભાઇ વિઠ્ઠલભાઇ ઝાલા જાતે કારડીયા રાજપૂત રહે. મુળ વાસાવાડા તા. સુત્રાપાડા જી. ગીરસોમનાથ હાલ રહે. રાજકોટ પ્લેટીનીયમ હાઇટ બ્લોક નં. ૭૦૭ ૧પ૦ ફૂટ રીંગ રોડ શીતલ પાર્ક પાસે વાળો ઉપરોકત ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય અને હાલ જામનગર બસ સ્ટેન્ડ નજીક કાળુ ટી ટર્શ તથા કાળુ પેન્ટ પહેરેલ હોવાની બાતમી હકિકત મળતા તાત્કાલીક ટીમ રવાના થઇ તપાસ કરતા મજકુર આરોપી જામનગર બસ સ્ટેનડ નજીકથી મળી આવતા મજકુર આરોપી ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ જીલ્લાના કેશોદ પો. સ્ટે.ને સોપવામાં આવેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર જે.જે. પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ તથા પો.સ.ઇ. ડી.એમ. જલુ તથા પેરોલ ફર્લો સ્કોડના પો. સ.ઇ. ડી.કે. ઝાલા તથા એ.એસ.આઇ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા તથા પો. કોન્સ. દિનેશભાઇ છૈયા, રાજદિપસિંહ વાઘેલા, પો. કોન્સ. દિવ્યેશભાઇ ડાભી, વુ.પો. કોન્સ. સેજલબેન ગળચર તથા પંકજભાઇ મઢવીએ કરી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
