<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

૧૭૮ વર્ષ પુર્વે બનેલ ટંકારા શહેરનો મુખ્‍ય પ્રવેશદ્વાર રાહદારીઓ માથે લટકતું મોત!

વિક્રમ સંવત ૧૯૦૩ માં મોરબીના રાજવી રવાજી બીજાએ શહેર ફરતે કિલ્લો બંધાવી ચાર દરવાજા બનાવ્‍યા હતા જે પૈકી એકજ દ્વાર જાળવણીના અભાવે જર્જરિત : જીણક્ષિણ થયેલ તોરણનો ઝાપો અનેકોનેક ઈતિહાસ સાચવ્‍યો છે હવે અપજસિયું થાય એ પુર્વે યોગ્‍ય કાર્યવાહી જરૂરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૬ :  મોરબી જીલ્લાના ટંકારા શહેરને શુશોભન સાથે સુરક્ષા માટે શહેર ફરતે મોરબી રાજવી રવાજી બીજાએ વિક્રમ સંવત ૧૯૦૩ એટલે કે આઝાદીના ૧૦૦ વર્ષ પહેલાં ઈ. સ ૧૮૪૭માં બાંધવામાં આવેલ પ્રવેશદ્વારો જેમાં શહેરના ચાર દરવાજા હતા જે કાળ ક્રમે માત્ર હાલે એક જ મોરબી નાકાનો મુખ્‍ય પ્રવેશદ્વાર વર્ષોની ઋતુચક્ર અને ભુંકપ સાથે બાથ ભીડી ઝજુબયો પરતું વહિવટી તંત્ર દ્વારા રાખરખાવમા ઉપેક્ષા કરી જેના પગલે આજે આ ઐતિહાસિક ધરોહર જીણક્ષિણ થઈ જતા વર્તમાન સમયમાં રાહદારીઓ માટે અહિથી નિકળવામા ભય લાગતો હોય આ તોરણના ઝાપાની તાકિદે હુનહાર એન્‍જીનીયરો દ્વારા તપાસ કરવામાં આવે અને જરૂરી પગલા ભરવા જરૂરીયાત ઉભી થઈ છે.

આ દ્રારથી સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે આવતી ૧૦૮ ઉપરાંત હેવી ટ્રક સહિત મોટા ભાગની આવન જાવન રહે છે ત્‍યારે અહીથી પસાર થતી વખતે રિતસર ધ્રુજારી છુટી જાય એવી દયનીય સ્‍થિતિમાં આ પ્રવેશદ્વાર હોય જીલ્લા વહિવટી તંત્ર તાત્‍કાલિક અસરથી આ અંગે ધટતુ કરી નિર્દોશ જીવો ઉપર કોઈ જોખમ આવે અને આ ઝાપાને અપજસ મળે એ પુર્વે ધટતુ કરવા લોક માંગ ઉઠી છે.

(11:45 AM IST)