<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

સરકારી પુસ્‍તકાલયોમાં: પાઠયપુસ્‍તકોમાં સ્‍વામીજીના પુસ્‍તકોને સ્‍થાન આપવા માંગ

 

સ્‍વામી દયાનંદ સરસ્‍વતી જીવનચરિત્ર, સ્‍વામી શ્રદ્ધાનંદ જીવનચરિત્ર અને આર્યસમાજીઓના સ્‍વતંત્રતા સંઘર્ષ, હૈદરાબાદ મુક્‍તિ સંઘર્ષમાં યોગદાનને લગતા પુસ્‍તકોને ગુજરાત રાજ્‍યના સરકારી પુસ્‍તકાલયોમાં, પાઠ્‍યપુસ્‍તકોમા સ્‍થાન માટે રાજ્‍યપાલને આવેદન

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૬: ંઆર્યસમાજના પ્રતિનિધિઓ આચાર્ય દિનેશજી ( દર્શન યોગધામ રોઝડ ), આચાર્ય પ્રિયેશજી, પ્રફુલજી વોરા ( પ્રધાનજી, ઓઢવ આર્યસમાજ), કમલેશજી શાષી, કૃણાલ રાજપૂત અને અન્‍યો એ ગાંધીનગર રાજભવન ખાતે રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ને મળી સ્‍વામી દયાનંદ સરસ્‍વતી જીવનચરિત્ર, સ્‍વામી શ્રદ્ધાનંદ જીવનચરિત્ર અને આર્યસમાજીઓના સ્‍વતંત્રતા સંઘર્ષ, હૈદરાબાદ મુક્‍તિ સંઘર્ષમાં યોગદાનને લગતા પુસ્‍તકોન સરકારી પુસ્‍તકાલયોમાં, પાઠ્‍યપુસ્‍તકાને સ્‍થાન મળે એ માટે આવેદન પત્ર આપ્‍યું હતું.

આ ઉપરાંત આર્યસમાજ આગામી સમયમાં ગુજરાતમા સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓના કલાસિસ, દેશી ગૌવંશ સંવર્ધન, યજ્ઞ પ્રચાર, સંસ્‍કૃત ભાષા પ્રચાર, પ્રાકૃતિક ખેતી, ગુરુકુલ શિક્ષા પદ્ધતિના ક્ષેત્રમાં વ્‍યાપક સ્‍તરે કાર્ય કરશે એ બાબતે આર્ય સમાજના પ્રતિનિધિઓએ રાજયસભા સાથે ચર્ચા કરી હતી.

(12:00 PM IST)