News of Wednesday, 6th August 2025
મોરબી સિરામિક એસોસિએશનના દ્વારા જીએસટીમાં ઘટાડો કરવા રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા ૬, : મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયાએ સંસદભવન-દિલ્હી ખાતે જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલાબેન સીતારામણને રજૂઆત કરી હતી.
સાંસદ રૂપાલાની આગેવાનીમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખોએ નાણામંત્રીને મળી જીએસટીમાં ઘટાડો કરવા રજૂઆત કરી.
નાણા મંત્રી નિર્મલા સીતારામને હકારાત્મક અભિગમ અપનાવી અપનાવ્યો.
જેમાં જણાવાયું હતું કે, ટાઇલ્સના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટીમાંથી ૫ ટકા કરવા બાબતે પરસોત્તમ રુપાલાએ નાણામંત્રી નિર્મલા સીતારામણને જીએસટી બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજૂઆત કરી હતી. હાલમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે તે બાબતે ધારદાર રજૂઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને ત્વરીત સુચના આપી હતી. હાજર રહેલા સુખદેવકાકા અને શામજીકાકાએ પણ સિરામિકના પ્રાણ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
