<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ધારીના પ્રેમપરામાં સગપણ તોડવાના ડખ્‍ખામાં દંપતિ પર વેવાઇ પક્ષનો હુમલોઃ બંનેને ફ્રેકચર

રમેશભાઇ બજાણીયા અને પત્‍નિ શોભનાબેનને પુત્રના સાળાઓએ ફટકારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૬: ચોટીલામાં થાન રોડ પર આવેલી  શ્રીચામુંડા હોસ્‍પિટલ પાછળ રહેતાં વિનુ ભીખાભાઇ માથાસુરીયા (ઉ.વ.૨૫) નામના યુવાનને સાંજે તેના મોટા ભાઇ મનસુખે પાઇપથી ફટકારતાં અને ભત્રીજા સુરશે મનસુખે પણ ધારીયાનો ઘા કરી લેતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. વિનુના કહેવા મુજબ તે છુટક મજૂરી કરે છે. તેને મોટા ભાઇ પાસેથી એક હજાર રૂપિયા લેવાના હોઇ ઉઘરાણી કરતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો.  પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

(1:28 PM IST)