<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

વિછીયામાં ‘હિટ એન્‍ડ રન': વોકીંગમાં નીકળેલા વિજયભાઇનું અજાણ્‍યા વાહનની ઠોકરે મોત

રાજકોટ તા. ૬: જસદણના વિંછીયામાં હિટ એન્‍ડ રનની ઘટનામાં વિજયભાઇ નરોત્તમભાઇ પરમાર (ઉ.વ.૫૯)નું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ વિછીયા રહેતાં વિજયભાઇ પરમાર ગઇકાલે સવારે વોકીંગમાં નીકળ્‍યા ત્‍યારે વિછીયા બસ સ્‍ટેશન પાસે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. વિજયભાઇ દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ ભાઇમાં મોટા હતાં. પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(1:30 PM IST)