News of Wednesday, 6th August 2025
જુનાગઢ જિલ્લામાં પોલીસનો સપાટો, ૬૨ શખ્સો જુગાર રમતાં ઝડપાયા
જુગારીઓ પાસેથી રોકડ સહિત ૨,૦૯,૩૩૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૬: જુનાગઢ જિલ્લામાં પોલીસે જુગારીઓ સામે સપાટો બોલાવી ૬૨ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઇ જુગારીઓ પાસેથી રોકડ સહિત ૨,૦૯,૩૩૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.
જુનાગઢ જિલ્લામાં ઓ સામાજિક તત્વો અને જુગારીઓ સામે કાર્યવાહી કરવા એસપી સુબોધ ઓડેદરાએ સુચના જારી કરતા પોલીસે દરોડાનો દોર શરૂ કર્યો છે.
જૂનાગઢ તાલુકાના જામકા ગામે રામ મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા વિનોદ છગનભાઈ સીદપરા, નિલેશ ગોબર સાવલિયા, અરવિંદ નાથાભાઈ ઠુંમર, મોહન વલ્લભભાઈ સીદપરા, રિયાઝ હસમ સુમરા, ગોવિંદ પરબતભાઈ સુદાણી, ધ્રુતિક બુધાભાઈ રાઠોડ, છગન અરજણભાઈ સુદાણી, રતિભાઈ અરજણ રાદડિયાને રોકડ, મોબાઈલ સહિત રૂપિયા ૩૭,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.
મજેવડી ગામેથી કિશોર હરસુખ સોલંકી, વિપુલ ચંદુ સોલંકી, સિદ્ધાર્થ રાજુ મકવાણા, રાહુલ ચંદુ સોલંકી, મહેશ ચંદુ સોલંકી, કરણ લખમણ સોલંકી, સુનીલ હરસુખ રાઠોડ, અખલાલ સાબીરહુસેન શેખ, નદીમઅલી સમીઉલ્લાખાન, મહમદ સઇમ સમીઉલ્લાખાનને રૂપિયા ૧૬,૨૯૦ની રોકડ સાથે જુગાર ખેલતા પકડી પાડ્યા હતા.
કેરાળા ગામે પ્રાથમિક શાળા સામે જાહેરમાં જુગાર રમી રહેલા છગન વલ્લભ સોજીત્રા, જયસુખ નાનજીભાઈ સોજીત્રા, રમેશ કલાભાઈ બાલધા, ભનુ મોહન સોલંકી, સુધીર કાનજી ઉગરેજા, ભાવેશ ચીમનભાઈ ગોહેલ, દિપક મનજી સોલંકી, ભગવાનજી નથુ ઉગરેજાને રૂપિયા ૧૮,૯૮૦ની રોકડ સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત જુનાગઢ તાલુકા પોલીસે ઝાલણસર ગામનો ધર્મેશભાઇ બાવનજીભાઇ સાવલીયાની વાડીની ઓરડીમાં ચાલતું જુગાર ધામ પકડી પાડી
ધર્મેશ સાવલીયા તેમજ કેતનભાઇ હરસુખભાઇ બામરોલીયા, બીહારીભાઇ આંબાભાઇ સાવલીયા, યાજ્ઞીકભાઇ મનસુખભાઇ સાણંદીયા, જયદીપભાઇ ભગવાનજીભાઇ સાણંદીયા, જીગ્નેશભાઇ મનસુખભાઇ પબાણી, રમેશભાઇ રણછોડભાઇ અજુડીયા, વિજયભાઇ ધીરૂભાઇ બામરોલીયાને ૬૭,૫૦૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.
જ્યારે કેશોદ પોલીસે બામણાસા ગામે સીમમાં પિયુષ ભેટારીયાના ખેતરે ખુલ્લામાં જુગાર રમતા પિયુષ કારાભાઈ ભેટારીયા, ધર્મેશ રામભાઈ કછોટ, અજય વિક્રમ ડાભી, ઉપેન્દ્ર મગન ઉકડીયા, રોહિત લખમણ ડાંગર, લખમણ ખીમાણંદ નંદાણીયા, ધર્મેશ ભુરાભાઈ હડિયા, મહેશ દેવાણંદ બાલસ, ભાવિન કારાભાઈ કછોટ, જયદીપ રામભાઈ કછોટને રોકડ મોબાઇલ સહિત રૂપિયા ૧૭,૧૮૦ના મુદ્દામાલ સાથે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તેમજ કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ રવજીભાઈ મનજીભાઈ પટેલના ખેતરની બાજુમા આવેલ સાર્વજનીક પ્લોટમા જાહેરમા જુગાર રમી રહેલા ભાવેશભાઈ ઉર્ફે પીન્ટુ અમરતભાઈ ઘોડાદરા, ભાવીનભાઈ મનસુખભાઈ વામદા, હિતેશભાઈ કાન્તીભાઈ રામોલીયા,હરેશભાઈ ગોપાલભાઈ પાથર, બીપીનભાઈ ગૌરીશંકરભાઈ માઢક, ચીરાગભાઈ પરષોતમભાઈ પુરોહીત, જીગ્નેશભાઈ વલ્લભભાઈ ઘુમલીયા, રાકેશભાઈ કાંતીલાલ ઘોડાદરા અને જીતુભાઈ નરશીભાઈ કમાણીને રૂપિયા ૨૪૬૦૦ના મુદામાલ સાથે જુગાર ખેલતા ઝડપી લીધા હતા.
ચોરવાડ પોલીસે ખોરાસા પાત્રા રોડ ગામે રાવણીવડ વાડી વિસ્તારમાંથી ભરતભાઇ રામાભાઇ જોરા, પ્રવીણભાઇ રામાભાઇ વાઢીયા, પ્રદિપભાઇ મોહનભાઇ ભરડવા, ભાવેશભાઇ ગીરીશભાઇ ડાભીને રૂપિયા ૧૪,૩૦૦ સાથે અને ખોરાસા ગીર ગામ ૬૬ કેવી પાવર હાઉસના ગેટ પાસેથી વિજયભાઇ ભીખાભાઇ ભાદરકા, રમેશભાઇ જીકાભાઇ સોલંકી હનીફભાઇ હારૂનભાઇ કલોયા બ્લોચ અને તેજશભાઇ કરશનભાઇ સોલંકીને રૂપિયા ૧૨,૭૪૦ સાથે જાહેરમાં જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કરી હતી.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
