News of Wednesday, 6th August 2025
સોમનાથ કોરીડોરના વિરોધમાં પ્રભાસપાટણ સજજડ બંધ રહયા : સોમનાથ ટ્રસ્ટ હસ્તક શોપીંગ સેન્ટરની ૧૦૦ દુકાનો ખાલી કરવા હૂકમ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬: સોમનાથ હજારો કરોડ ના ખર્ચે કોરીડોર બનવા જઈ રહેલ છે જેથી ૪૦૦ જેટલા મકાનો ૫૦ ગેસ્ટ હાઉસો, ૧૦૦ થી વધુ દુકાનો અને ધાર્મિક સ્થળો માલીકીના દુર કરવામાં આવશે તેના વિરોધમાં બપોર બાદ પ્રભાસપાટણ સજજડ બંધ રહેલ હતું આગેવાનોની મીટીંગ યોજાયેલ હતી સોમનાથ શોપીગ સેન્ટરના ૧૦૦ વેપારીઓને ૧૫ દિવસ માં દુકાનો ખાલી કરવાનો આદેશ કરાયેલ છે.
સોમનાથ મહાદેવના પરિષર તેમજ આજુબાજુના પાંચ કોલોમીટરના વિસ્તારમાં હજારો કરોડ ના ખર્ચે કોરીડોર બનશે જેથી સોમનાથ ટ્રસ્ટ હસ્તકની અનેક મિલ્કતો કુભારવાડા, લાંબશેરી સહિત અનેક વિસ્તારમાં ૪૦૦ થી વધુ રહેણાંક મકાનો, ૫૦ જેટલા ગેસ્ટહાઉસો, ૧૦૦ થી વધારે દુકાનો તેમજ ૧૦ જેટલા ધાર્મિક સ્થળો જે માલીકીના હોય તે દુર કરવા માટે અનેક વખત અધિકારીઓ સાથે મીટીંગ યોજાયેલ હતો આજે સોમનાથ શોપીગ સેન્ટર જે ટ્રસ્ટ હસ્તક આવેલ છે તેના ૧૦૦ જેટલા વેપારીઓને પ્રાંત અધિકારી ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાયેલ હતી જેમાં તમામ વપારીઓને ૧૫ દિવસ માં ખાલી કરવાનો આદેશ અપાયેલ છે ટ્રસ્ટ દ્વારા જણાવેલ કે તમામ વેપારીઓને વૈપૈકી જગ્યા તાત્કાલીક નિયમો મુજબ ફાળવવામાં આવશે કોરીડોર બનવા જઈ રહેલ છે તેનાથી અડધુ ગામના માલીકોની મીલ્કતો દુર કરવામાં આવશે જેથી પ્રભાસ પાટણ બપોર બાદ સજજડ બંધ રખાયેલ હતું અને લોહાણા મહાજન વંડીમાં મીટીંગ યોજાયેલ હતી
જેમાં આગેવાનોએ આક્રોશ ભેર જણાવેલ હતું કે સોમનાથ નો વિકાસ થાય તેનો સામે કોઈ વિરોધ નથી પણ પ્રભાસક્ષેત્રનું નામ ભુસાઈ જાય તે રીતે અડધુ ગામ ખાલી કરવાની વાત છે તે યોગ્ય નથી અને જો કેન્દ્ર રાજય સરકાર દ્વારા મિલ્કત માલીકોને વૈકલ્પીક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરેલ હતી જો સંતોષ કારક કામગીરી નહી થાય તો ગામ લોકા ઉગ્ર પગલા લેશે તેમ જણાવેલ હતું.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
