<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

જોડિયા હુન્નરશાળામાં નારી વંદના પખવાડિયાની ઉજવણી કરાઈ

"દીકરી દિવસ" ઉજવણીના ભાગ રૂપે મહિલા બાળ વિકાસ અધિકારી કચેરી દ્રારા એક કાર્યક્રમ : વિદ્યાર્થિનીઓને ગુડટચ-બેડટચ વિશે રજનીબેન ગોસાઈએ વિસ્તૃત માહિતી આપી: હાઈજીન અને પોકસો વિશે હેતલબેન ચાવડાએ સમજ આપી

જામનગર : સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ ગાંધીવાદી સંસ્થા શ્રી શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં તા. ૨જી ઓગસ્ટના રોજ નારીવંદના પખવાડિયા ઉજવણી અંતર્ગત "દીકરી દિવસ" ઉજવણીના ભાગ રૂપે મહિલા બાળ વિકાસ અધિકારી કચેરી દ્રારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધી વિચારોને વરેલી આ સંસ્થા સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સ્વાવલંબન, સ્વચ્છતા સાથે સતત કાર્ય કરતી રહે છે. શાળામાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે. આ અનુસંધાને શાળા સ્કાઉટ ગાઈડ, એન. એસ. એસ., એસ. પી. સી., ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે. સાથે-સાથે મહિલા ઉત્કર્ષ, સમાજ સેવા, સાહિત્ય પરિષદ, વિશેષ દિવસની ઉજવણી અને તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે.

નારીવંદના પખવાડિયા ઉજવણી અંતર્ગત "દીકરી દિવસ" ઉજવણીના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારીના અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા, મહિલા બાળ વિકાસ કચેરીના સખી વન સ્ટોપના કેસ કાઉન્સલર રજનીબેન ગોસાઈ, કવિતાબેન, રસીલાબેન, અંજલિ બહેન, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર હિતેષભાઈ પંડયા, ડૉ. રાઠોડ સાહેબ, શાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ વર્મા, શાળાના આચાર્યા ક્રિશ્નાબા ચુડાસમા, સર્વે સ્ટાફ હજાર રહ્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને ગુડટચ-બેડટચ વિશે રજનીબેન ગોસાઈએ વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, હાઈજીન અને પોકસો વિશે હેતલબેન ચાવડાએ સમજ આપી હતી. તેમજ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા બેનના માર્ગદર્શન હેઠળ સંસ્થાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીએ કરેલ.

(6:35 PM IST)