News of Wednesday, 6th August 2025
મોરબી વાંકાનેર હાઇવે પર રાણેકપરના પાટિયા પાસે સ્પાના ઓઠા હેઠળ ચાલતું કુટણખાનું પકડાયું.
બહારથી મહિલાઓ બોલાવી બોડી મસાજના નામે ગ્રાહકોને રૂ.2 હજારમાં શરીર સુખ અપાતું હોવાનું ખુલ્યું : એક સંચાલકની ધરપકડ, બીજાની શોધખોળ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે સ્પર્શ સ્પા એન્ડ સલુનમાં બોડી મસાજમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટે દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લાના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને બાતમી મળેલ હતી કે નેશનલ હાઇવે ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ સ્પર્શ સ્પા એન્ડ સલુન મસાજના માલિક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી તથા અન્ય લોકો સાથે મળી સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી ગ્રાહકોને બોડી મસાજના ઓઠાતળે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે. જેના આધારે રેઈડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક વિરૂધ્ધ ધી ઈમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,પ(૧)(એ), પ(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે અરવિંદભાઈ વશરામભાઈ દેગડા (હાલ રહે વાંકાનેર, નવાપરા પંચાસર રોડ, વીધાતા સીરામીક સામે, મુળ રહે ખીજડીયાવાળા) ની ધરપકડ કરી છે. જ્યારે રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી (રહે વાંકાનેર, સોની શેરી, દરબારગઢ રોડ, તા.વાંકાનેરવાળા ) નું નામ ખુલતા તેની શોધખોળ ચલાવી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સ્પામાં આરોપીઓ ગ્રાહકો પાસેથી શરીર સુખ માટે ગ્રાહકો દીઠ રૂપિયા ર000/- અલગ થી વસુલી લઈ પોતાના સ્પામાં બોડી મસાજની આડમાં કુટણખાનું ચલાવતા હતા. આ કામગીરીમાં પીઆઈ એમ.બી. મિસ્ત્રી, એ.એસ.આઈ. ફુલીબેન ઠાકોર, હેડ કોન્સ. નંદલાલ ડી. વરમોરા, અરવિંદસિંહ દિલુભા પરમાર તથા બકુલભાઈ કે. કાસુન્દ્રા રોકાયેલ હતા
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
