News of Wednesday, 6th August 2025
મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ ખડકાતી 35 રીક્ષા સામે દંડનીય કાર્યવાહી.
આડેધડ રીક્ષા પાર્કિંગની સમસ્યાને પગલે પોલીસ દ્વારા આજથી બે દિવસની ડ્રાઇવ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં નગરદરવાજા આસપાસના વિસ્તારોમાં આડેધડ રીક્ષા પાર્કિંગની સમસ્યાને પગલે પોલીસ દ્વારા આજથી બે દિવસની ડ્રાઇવ યોજવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલા તથા પીએસઆઈ ડી.બી.ઠક્કરની ટિમ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી છે. જેમાં આજે નગર દરવાજા આસપાસના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ કરતા તથા જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેવા 35 રીક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. હજુ આવતીકાલે પણ આ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
