<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

મોરબીમાં રક્ષાબંધને ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન.

સવારે 8-30 કલાકે શ્રી મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, બાલમંદિર સામે, વાંકાનેર દરવાજા બહાર, મોરબી ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે મોરબીમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે

  . શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લની યાદીમાં જણાવાયું છે કે, મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ઉપક્રમે અને જ્ઞાતિ શુક્લજી શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લના આચાર્ય પદે શ્રાવણ સુદ પુનમ ને શનિવારે તારીખ 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સવારે 8-30 કલાકે શ્રી મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, બાલમંદિર સામે, વાંકાનેર દરવાજા બહાર, મોરબી ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કર્યું છે. આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણનોને જનોઈ બદલાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

(12:34 AM IST)