તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 7th August 2025
કચ્છના ગામડાઓમાં હવે ઈ-રીક્ષા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન: જિલ્લા પંચાયત હસ્તક ૪૦ ગ્રામ પંચાયતોને ઇ-રીક્ષા અપાઈ
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફાળવણી : કચરો ડમ્પિંગ સાઈટ ઉપર પહોંચે અને ગામોની સ્વચ્છતામાં વધારો થાય તે માટે ઇ - રિક્ષાનો ઉપયોગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છ જિલ્લા પંચાયત મધ્યે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ દ્વારા ૪૦ ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઇ-રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી.
ગ્રામ્યકક્ષાએ કચરાનું કલેકશન યોગ્ય રીતે થઇ શકે, ગામડાઓ સ્વચ્છ બને તે માટે ગ્રામ પંચાયતને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા ઈ-રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી. ગામોમાં કચરાનું કલેક્શન થઈ શકે અને કચરો ડમ્પિંગ સાઈટ ઉપર પહોંચે અને ગામોની સ્વચ્છતામાં વધારો થાય તે માટે ઇ - રિક્ષા આપવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નીકુંજ પરીખ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના મદદનીશ પ્રાયોજન અધિકારીશ્રી મહેશ ચાવડા તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ હાજર રહ્યા હતા.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
