<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

વાહનો અને કન્‍ટેનરના ભાડા અંગે રાજકોટની પેઢીના બેભાઈઓએ ૭.૫૮ લાખની ઠગાઈની ફરિયાદ

ગાંધીધામની સાર ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમ દ્વારા પરાગ એક્‍ઝિમ સામે પોલીસ ફરિયાદ

 

ભુજ,તા.૭:  આયાત નિકાસ માટે ટ્રક, ટ્રેલર, કન્‍ટેનર સહિતનો લોજીસ્‍ટીક સપોર્ટ ભાડે આપતી કચ્‍છના ગાંધીધામમાં કાર્યરત સાર ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમ પ્રા.લિમિટેડ દ્વારા ૭.૫૮ લાખ રૂપિયાની ઠગાઈ કરવા અંગે રાજકોટની પેઢી પરાગ એક્‍ઝિમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે.

ગાંધીધામની ફરિયાદી પેઢીના સેલ્‍સ મેનેજર અમિત ઘનશ્‍યામ મેઘાણીએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટની પરાગ એક્‍ઝિમના પરાગ અને તેજસ જોબનપુત્રા એ બંને ભાઈઓને ન્‍હાવા સેવા મુંબઈથી ડુંગળીના ક્‍સાસિન્‍ટમેન્‍ટ માટે કન્‍ટેનર અને ટ્રક ભાડે કરી આપ્‍યા હતા. સાર ટ્રાન્‍સપોર્ટ ગાંધીધામ દ્વારા બ્રાઈન મેરિટાઈમ ઈન્‍ડિયા પાસેથી ભાડેથી પાંચ કન્‍ટેનર તેમ જ નીરજ એક્‍ઝિમ લોજિસ્‍ટિક પાસેથી પાંચ ટ્રકની વ્‍યવસ્‍થા રાજકોટની પેઢી પરાગ એક્‍ઝિમ ને કરી આપવામાં આવી હતી. દરમ્‍યાન નાસિક, નાગપુરથી ટ્રક દ્વારા કન્‍ટેનર લોડ કરી દુબઈ માટે ન્‍હાવા શેવા પોર્ટ મુંબઇ મધ્‍યે રવાના કરવાના હતા. જોકે, રાજકોટની પેઢીએ ડુંગળીની રકમ ન ચૂકવતા ડુંગળી માલિકે માલ પાછો ઉતારી લીધો હતો. પરંતુ ગાંધીધામની પેઢી સાર ટ્રાન્‍સપોર્ટ કે જેણે રાજકોટની પેઢી પરાગ એક્‍ઝિમને ટ્રક તેમ જ કન્‍ટેનર ભાડે આપ્‍યા હતા તેના ૭ લાખ ૫૮ હજાર રૂપિયા નું ભાડું બાકી રહી ગયું હતું. આ અંગે વાયદાઓ કર્યા છતાં રૂપિયા ન ચૂકવતા રાજકોટની પેઢી વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ કરાઈ છે. ૨૮/૩/૨૫ થી ૬/૮/૨૫ દરમ્‍યાન બનેલા આ બનાવ અંગે પૂર્વ કચ્‍છ ગાંધીધામ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. (૩.૬)

(3:37 PM IST)