News of Thursday, 7th August 2025
ધોરાજી અંજૂમને ઈસ્લામ મેમણ મોટી જમાત-સંચાલિત જમાતની ૭ અનધિકૃત દુકાનોને મામલતદાર દ્વારા સીલ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૭: મામલતદાર આર.કે. પંચાલ તેમજ મામલતદાર કચેરીના રેવન્યુ ડિપાર્ટમેન્ટ ના સ્ટાફ કર્મચારીઓએ ડેપ્યુટી કલેકટરની સૂચના અનુસાર ઉપલેટા રોડ ઉપર આવેલ કબ્રસ્તાન પાસે સાત અનઅધિકળત દુકાનો ને સીલ મારતા ચર્ચા વ્યાપી ગઈ હતી.
અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાત- ધોરાજીના વહીવટદારને નોટિસ મારતા જણાવેલ કે તા.૨૧/૦૭/૨૦૨૫ના હુકમ મુજબ આપવામાં આવેલ કારણદર્શક નોટીસ નં. શરતભંગ કેસ નં.૦૨/૨૦૨૪-૨૦૨૫, તા.૦૯/૦૧/૨૦૨૫ પરત ખેંચવાનો હુકમ કરવામાં આવેલ વધુમાં સદરહું દુકાનોનું બાંધકામ કબ્રસ્તાનની જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામા આવેલ હોય તે દુકાનોનો કબ્જો દિન-૭માં સરકાર પક્ષે સંભાળી લેવાનો રહેશે તેમ જણાવેલ છે તથા આ કામના સામાવાળાઓએ સદરહું કબ્રસ્તાનની જમીનમાં દબાણ કરી બનાવવામા આવેલ દુકાનોને રેગ્યુલરાઈઝ કરવા માટે અલગથી અરજી કરવાની રહેશે.
સદરહું હુકમ મુજબ અમલવારી કરવાની થતી હોય જેથી સદરહું દુકાનોમાં રહેલ સામાન તા.૦૩/૦૮/૨૦૨૫ના સ્વેચ્છાએ ખાલી કરી દેવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં નહી આવે તો તા.૦૪/૦૮/૨૦૨૫ના સદરહું દુકાનો કબ્જો સરકાર પક્ષે સંભાળી લઈ સીલ લગાવવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.જે નોટિસ પાઠવ્યા બાદ ૭ અનધિકળત દુકાનો સીલ કરવામાં આવી છે. તેમ ધોરાજી મામલતદાર આર.કે પંચાલે જણાવેલું હતું.(૬.૭)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
