News of Thursday, 7th August 2025
રાણાવાવમાં રહેણાંક મકાન ઉપર જુગાર દરોડોઃ ૧૪ હજારની રોકડ સાથે ૬ ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. રાણાવાવમાં પોલીસે રહેણાંક મકાનમાં જુગાર રેડ પાડીને જૂગાર રમતા ૬ વ્યકિતઓને ૧૪ હજારની રોકડ સાથે પકડી લીધા હતાં.
રાણાવાવ પો. સ્ટે.ના પો. સબ ઇ. આર. વી. મોરી તથા સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલીંગની ફરજ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પો. કો. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇનાઓને બાતમી આધારે રાણાવાવ આશાપુરા ચોક આરોપી શબ્બીર હારૂનભાઇ પંજવણીનાં મકાનમાં તીનપતી રોન પોલીસ જૂગાર રમતા (૧) શબ્બીર હારૂનભાઇ, ચાંદશા કાદરશા, મુસ્તાક ઓસમાણમીયા, નજાકત સતારભાઇ, અદનાન આમદ કોરેજા, તથા શેહનાઝબેન સલીમભાઇને રોકડા રૂપિયા ૧૪,પ૦૦ તથા ગંજીપતાના પાના તેમજ સ્થળ પાસે મોટર સાયકલ, મોબાઇલ ફોન નંગ-૪ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.
આ જૂગાર દરોડાની કામગીરી રાણાવાવ પો. સ્ટે.ના પો. ઇ. શ્રી એન. એન. તળાવીયા તથા પો. સબ. ઇ. આર. વી. મોરી તથા પો. હેઙ કો. બી. જે. દાસા, તથા પો. કો. સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઇ, શાંતીબેન કરશનભાઇ વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
