<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ટ્રમ્‍પે ૫૦ ટકાનો ટેરિફ ઝીંકતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર ચિંતાના વાદળ ઘેરાયા

વાર્ષિક ૧૫૦૦ કરોડના સિરામિક ઉત્‍પાદનોની નિકાસ છે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૭ :.. ભારત-અમેરિકા વચ્‍ચે મુક્‍ત વ્‍યાપારની આશાઓ ઉપર હાલના સંજોગોમાં પાણી ફરી વળ્‍યું છે. ૧લી ઓગસ્‍ટથી ભારત ઉપર અમેરિકાએ ૨૫ ટકા ટેરિફ લગાવવા જાહેર કર્યા બાદ ૭ ઓગસ્‍ટ સુધી નિર્ણય પાછો ઠેલ્‍યા બાદ બુધવારે ગિન્નાયેલા અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વધુ ૨૫ ટકા ટેરિફ લાદવા નિર્ણય કરી ભારતથી આયાત થતી ચીજવસ્‍તુઓ પર ૫૦ ટકા ટેરિફ લાદવા જાહેર કરતા સીરામીક ઉદ્યોગ માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા વિશ્વભરના દેશો ઉપર ટેરિફ લગાવી રહ્યા છે જેમાં ૧લી ઓગસ્‍ટથી ભારત ઉપર અગાઉ ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરનાર ટ્રમ્‍પે બુધવારે આ નિર્ણયમાં ફેરફાર કરી હવે ભારત ઉપર ૫૦ ટકા ટેરિફ લગાવ્‍યો છે. ટ્રમ્‍પના ટેરિફને પગલે મોરબીના સીરામીક ઉદ્યોગને સૌથી મોટી અસર પડે તેમ છે.

 હાલ મોરબીથી દર વર્ષે અંદાજે ૧૫૦૦ કરોડથી વધુની સીરામીક ટાઇલ્‍સ સહિતની પ્રોડ્‍કટની અમેરિકામાં નિકાસ થાય છે ત્‍યારે હવે ૫૦ ટકા ટેરિફ અમલી બનાવવામાં આવતા અમેરિકી આયાતકારો ભારતને બદલે ઇટાલી અને સ્‍પેન તેમજ બ્રાજિલથી વધુ આયાત કરશે જેની સીઘી જ અસર મોરબીના સીરામીક ઉદ્યોગને પડશે.

(3:37 PM IST)