<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અમરેલી, કુંકાવાવ તાલુકાના ગામોના માઇનોર બ્રીજ, એપ્રોચરોડ, સ્‍ટ્રક્‍ચર, પ્રોટેકશન વોલ અને નાળાના કામો માટે ૨૩ કરોડ ૯૦ લાખની મંજૂરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૭: અમરેલી વિસ્‍તારના ધારાસભ્‍ય અને વિધાનસભાના નાયય મુખ્‍ય દંડક કૌશિક વેકરિયાની વિસ્‍તારના કામો માટેની રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીને સબળ રજૂઆતને કારણે અમરેલી અને કુકાવાવ તાલુકાના ગામડાઓના વિવિધ પંદર જેટલા રસ્‍તાઓના કામો માટે રાજ્‍ય સરકાર દ્વારા રૂપિયા ૨૩ કરોડ ૯૦ લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવતા આગામી દિવસોમાં આ રસ્‍તાના વિવિધ કામો જેવા કે માઇનોર બ્રિજ, એપ્રોચ રોડ, નાળાના કામ, સ્‍ટ્રક્‍ચર અને પ્રોટેક્‍શન વોલના  આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ કામોમાં ચક્કરગઢ એપ્રોચ રોડ, વરસડા કેરિયા નાગસ રોડ, વરસડા નાના માચીયાળા રોડ, મોટા આંકડિયા પીપળગ રોડ, જાળીયા સણોસરા રોડ, ચાંપાથળથી સાવરકુંડલા સ્‍ટેટ હાઇવે, ફતેપુર ચાંપાથળ રોડ, વડેરા વિલેજ, રંગપુર વડેરા રોડ, કમીગઢ કેરાળા રોડ, જાળિયા એપ્રોચ રોડ, રંગપુર સણોસરા રોડ, અમરેલી ટાંકાધાર ભોજલિયા રોડ, બાંટવા દેવળી બરવાળા બાવળ રોડ જેવા રસ્‍તાના માઇનોર બ્રિજ, એપ્રોચ રોડ, નાળાના કામ, સ્‍ટ્રક્‍ચર અને પ્રોટેક્‍શન વોલના કામો કરવામાં આવશે. આ સઘળા કામો થતાં વિસ્‍તારની પ્રજાને પરિવહનમાં ખૂબ જ રાહત મળશે. 

(11:35 AM IST)