News of Thursday, 7th August 2025
ખંભાળીયા તાલુકાના હર્ષદપુરના સતવારા સમાજનાં ખેડૂતોને અન્યાયઃ પ્રતીક ઉપવાસ આંદોલન
૪પ વર્ષથી ખેડૂતોના કબ્જા-માલીકીવાળી જમીનનો રેલ્વે તંત્રએ ઉપયોગ શરૂ કરતા આક્રોશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૭: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયાના હર્ષદપુર વિસ્તારમાં ૪પ વર્ષથી
હર્ષદપુર ગામના ખેડૂતોને છેલ્લા ૨ વર્ષથી શાંતિથી કામ ધંધો કરી શકતા નથી, ઊંઘી શકતા નથી, છેલ્લા ૪૫ વર્ષથી અમો ખેડૂતો આ જમીનના માલિક છીએ, વાવીએ છીએ અને તમામ રેવન્યુ રેકોર્ડ, ઉતરોતર અમારા નામે આપેલ છે. આ જગ્યામાં રેલ્વે દ્વારા ખાનગી કંપની એસ્સાર મારફતે જ્યાં ત્યાં માપ કરી ખાંભા નાખેલા છે. કોઈ ખેડૂતોની સહમતી લીધેલ નથી.
રેલ્વે તરફથી અમોને કોઈ નોટિસ આપેલ નથી. અમારી રજૂઆત સાંભળતા નથી. ઊલટું રેલ્વે અને ખાનગી કંપનીને મદદરૂપ થાય તે રીતે સરકારી પરિપત્રોનું ખોટું અર્થઘટન કરી અહીંયા ના જિલ્લા કલેકટર શ્રી, મામલતદાર શ્રી, ઝ.ન્.ય્., લ્.ન્.ય્. અને રેવેન્યુ તંત્ર દ્વારા રેલ્વે અને ખાનગી કંપનીને લાભ થાય તેવી નોંધ નાખી અમારો ૭/૧૨ ને અસર કરેલ છે. તેનો અમોએ વિરોધ કરેલ તેમ છતાં અમોને સાંભળ્યા વગર પાકી નોંધ કરી અમોને અન્યાય કરેલ છે. તેના વિરોધમાં અમો અસરગ્રસ્ત ખેડૂતો પરિવાર સાથે ૦૪/૦૮/૨૦૨૫ થી ગાંધીજીના ચિંધ્યા માર્ગે ભગવાન ભરોસે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
