<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

જસદણ સરકારી હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ સહિતના કુલ ૨૮ કર્મચારીઓ વિરુદ્ધ માનહાનીની નોટીસ

જસદણ, તા.૭: નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવવા બદલ એક કરોડ ચાલીશ લાખ વળતર પેટે ચૂકવવા માંગ જસદણ શહેર કોરોના કાળથી જસદણ સરકારી હોસ્‍પિટલમાં નિઃસ્‍વાર્થ ભાવે સેવા કરતી બિન રાજકીય સંસ્‍થા નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી વિરુદ્ધ સંયુકત રીતે ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવીને હોસ્‍પિટલમાં આવતા રોકવા અને બદનામ કરવાનો પ્રયાસ કરનાર જસદણ સરકારી હોસ્‍પિટલના ર્નસિંગ સ્‍ટાફ સહિતના કુલ ૨૮ કર્મચારીઓ વિરુદ્ધ મેહુલભાઈ શરદભાઈ સંઘવીના એડવોકેટ રશ્‍મિનભાઈ નટવરલાલ શેઠ અને મનન રશ્‍મિનભાઈ શેઠ દ્રારા માનહાની સંબંધે દિવસ દશમાં રૂપિયા એક કરોડ ચાલીશ લાખ ચૂકવવા તમામ કર્મચારીઓને વ્‍યક્‍તિગત રીતે રજીસ્‍ટર એ/ડી પોષ્ટથી નોટીસ ફટકારતા જસદણ શહેર તેમજ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

નોટીસમાં જણાવ્‍યા અનુસાર અમારા અસીલ વર્ષોથી સામાજીક અને સેવાકીય પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે અને સમાજમાં તેમની મોટી આબરૂ છે. અને છેલ્લા પાંચ વર્ષથી એટલેકે કોરોના કાળ દરમ્‍યાનથી નાત-જાત કે ધર્મ-જાતીનો ભેદભાવ રાખ્‍યા વગર પોતાના જીવના જોખમે સરકારી હોસ્‍પિટલ જસદણમાં સેવાકીય પ્રવળત્તિઓ કરતા આવેલ છે અને જે કોઈ દર્દીઓ સારવાર અર્થે આવે તેમને યોગ્‍ય મદદ કરવી અને યોગ્‍ય માર્ગદર્શન પુરૂ પાડી અને તેઓ ખોટા ખર્ચમાં ન ઉતરે અને તેઓની સુખાકારી માટે પ્રવળત્તિઓ કરતા આવેલ છે અને તેઓના સેવાકીય કાર્યોથી જસદણ તાલુકા તથા વિંછીયા તાલુકાના તથા આજુબાજુના તાલુકાઓમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓના હિતમાં અનેકવિધ પ્રશંસનીય પ્રવળત્તિઓ કરી રહેલ છે જે તેઓના સેવાકીય કાર્યોથી પ્રજાને સારો એવો લાભ મળેલ છે. તેમજ સરકારી હોસ્‍પિટલ જસદણમાં તેઓને નિઃશુલ્‍ક અને પુરતી સારવાર મળી રહે તે માટે સતત જાગળત સેવાભાવી તરીકે કામગીરી કરતા આવેલ છે તથા દર્દીઓને જરૂરી સુવિધાઓ મળી કહે તે હેતુથી દાતાઓના સહયોગથી વિવિધ પ્રકારની સુવિધાઓ જસદણ સરકારી હોસ્‍પિટલમાં પુરી પાડવામાં આવેલ છે.

અમારા અસીલ વિરુદ્ધ સરકારી હોસ્‍પિટલ જસદણમાં ફરજ બજાવતા આપ સહિત કુલ ૨૮ કર્મચારીઓ દ્વારા તારીખ ૨૮/૦૩/૨૫ના રોજ પ્રાંત અધિકારી  જસદણ,  નાયબ નિયામક  આરોગ્‍ય અને તબીબી સેવાઓ રાજકોટ તેમજ અધિક્ષક સીવીલ હોસ્‍પિટલ જસદણ સમક્ષ ર્નસિંગ સ્‍ટાફ સહિતના કુલ ૨૮ કર્મચારીઓની સહીઓ સાથે મનઘડત ઉપજાવી કાઢેલ ખોટી ફરિયાદ કરવામાં આવેલ હતી, આપ સૌ કર્મચારીઓની ફરિયાદના અનુસંધાને સરકારી હોસ્‍પિટલ જસદણના ઈન્‍ચાર્જ અધિક્ષક દ્રારા કોઈપણ પ્રકારની જાત તપાસ કર્યા વગર તારીખ ૮/૪/૨૫ના રોજ અમારા અસીલ વિરુદ્ધ નોટીસ ઈશ્‍યુ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી આપવામાં આવેલ હતી, જે નોટીસમાં અમારા અસીલ વિરુદ્ધ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવેલ હોય તે કારણોસર અમારા અસીલ વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદ બાબતે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે સરકારી હોસ્‍પિટલ જસદણના અધિક્ષક ને તારીખ ૧૫/૪/૨૫ તથા તારીખ ૮/૫/૨૫ ના એમ બે વખત વળતી નોટીસ અમારા અસીલ દ્રારા આપવામાં આવતા અમારા અસીલ વિરુદ્ધના કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ નહી મળતા હોવાના કારણોસર સરકારી હોસ્‍પિટલના અધિક્ષકે તારીખ ૧૫/૫/૨૫ ના રોજ લેખીતમાં ભૂલ સ્‍વીકારી અમારા અસીલ વિરુદ્ધ ઈશ્‍યુ કરેલ નોટીસ પરત ખેંચતા તે સાબિત થતી બાબત છે કે આપ સર્વએ વ્‍યક્‍તિ તથા સંયુકત રીતે અમારા અસીલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવેલ અમારા અસીલ વિરુદ્ધની ફરિયાદ ખોટી સાબિત થયેલ છે. નોટિસની અંતમાં જણાવ્‍યું હતું કે આપના દ્વારા આપના અમારા અસીલ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કરી અને તે પ્રેસ મીડિયામાં પ્રસિદ્ધ કરાવવામાં આવતા તેને હિસાબે અમારા અસીલની સમાજમાં માનહાની થયેલ છે અને તેના માટે આપસૌ જવાબદાર છો અને તેથી અમારા અસીલની આબરૂને ધક્કો લાગતા તેમને નાણામાં ન આંકી શકાય તેવું નુકસાન થવા પામેલ છે અને તેના માટે આપ સર્વ વ્‍યક્‍તિ જવાબદાર છો. આમ અમારા અસીલની થયેલ માનહાની બદલ આ નોટીસ મળતા દિવસ ૧૦ માં અમારા અસીલને વળતર પેટે વ્‍યક્‍તિગત રીતે તથા સમુહગત રીતે કુલ રૂપિયા ૧,૪૦,૦૦,૦૦૦/ એક કરોડ ચાલીશ લાખ રૂપિયા પુરાની રકમ ચુકવી આપશો. અને જો તેમ કરવામાં આપ કસુર કરશો તો મુદત વિત્‍યે અમારા અસીલને આપ સર્વેની સામે નામદાર અદાલતમાં સલાહ મળ્‍યે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે અને તેના ખર્ચ અને પરિણામની જવાબદારી આપ દરેકના શીરે રહેશે તેની નોંધ લેવા એડવોકેટ રશ્‍મિનભાઈ નટવરલાલ શેઠ અને મનન રશ્‍મિનભાઈ શેઠ દ્રારા તાકીદ કરવામાં આવી હતી.

(11:37 AM IST)