News of Thursday, 7th August 2025
શાપરના કારખાનામાં અને પાટણવાવ, ભાયાવદર, વિંછીયા,જસદણમાં જુગાર રમતા કારખાનેદાર સહિત ૩ર ઝડપાયા
પોલીસે છ સ્થળે દરોડા પાડી રૂા. ૧.૧પ લાખની રોકડ સહિત રૂા. ર.૮૬ લાખની માલમત્તા કબ્જે

રાજકોટ તા. ૭: પાટણવાવ, ભાયાવદર, વિંછીયા, જસદણ અને શાપરમાં પોલીસે છ દરોડા પાડી તીનપતીનો જુગાર રમતા કારખાનેદાર સહિત ૩ર શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં એક કારખાનામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા શાપર વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. વી. જી. જેઠવા તથા કોન્સ. અલ્પેશભાઇ દેવસીભાઇ ડામસીયા સહિતનામ સ્ટાફે શાપરમાં બંસીધર ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં. ૧રમાં આવેલા ઓમ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કારખાનેદાર વૈભવ રાજેશભાઇ ભાલોડી (રહે. ગોંડલ રામેશ્વર પાર્ક) તથા ગોંડલ મુલીધર રેસીડેન્સી ડી-૯ના ભાઇલાલ કલ્યાણજીભાઇ કરડાણી, રાજકોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, અંબીકા ટાઉનશીપ એ-૬૦૪માં રહેતા ડેનીશ ચંદુભાઇ ડેડકીયા, જસદણ ગીતાનગરના નીલેશ મનસુખભાઇ ઢોલરીયા, જેતપુરના પ્રેમગઢના અભય દિનેશભાઇ ગોળ, અને જસદણ મણીનગરના લક્ષ્મણ રણછોડભાઇ મકવાણાને પકડી લઇ રૂા. ૭૯,૯૦૦ની રોકડ તથા ૭ મોબાઇલ ફોન મળી રૂા. ર,૧૩,૯૦૦ની માલમતા કબ્જે કરી હતી.
પાટણવાવમાં જુગાર
રમતા ચાર ઝડપાયા
પાટણવાવમાં માણાવદર રોડ પર પાટણવાવ પોલીસના હેડ કોન્સ્. એસ. બી. બોરીચા તથા જયદીપસિંહ ચુડાસમા સહિતે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પાટણવાવના રાજેશ પોલાભાઇ મેવાળા, કાનજી ગોવિંદભાઇ ડાભી, ડાયા મગનભાઇ સોલંકી અને ચંદ્રેશ રમેશભાઇ ડાભીને પકડી લઇ રૂા. ૧૬૧૦ની રોકડ કબ્જે કરી હતી.
ભાયાવદરમાં તીનપતી
રમતા ૧૦ ઝડપાયા
ભાયાવદર પોલીસના એ.એસ.આઇ. આર. એચ. વાઢેર તથા કોન્સ. શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે ચરેલીયા ગામમાં લીમડા ચોક પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કિશોર ઉર્ફે ગડો નાથાભાઇ બગડા, ક્રુષિત માધાભાઇ પરમાર, રવી માધાભાઇ સોલંકી અને દિવ્યરાજસિંહ સુખદેવસિંહ વાળાને પકડી લઇ રૂા. ૧ર,૬૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. જયારે બીજા દરોડામાં ભાયાવદરમાં મયુરનગરમાં હેડ કોન્સ. કે. પી. જાડેજા તથા મહેશભાઇ સદાદીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મયુરનગરના સંજય મોહનભાઇ કનેરીયા, વિજય નરશીભાઇ માકડીયા, મનસુખ ભગવાનજીભાઇ જાવીયા, દિલીપ જેઠાભાઇ મકવાણા, રાજેશ ઉર્ફે વિપુલ વિઠ્ઠલભાઇ વિરપરીયા અને ઉપલેટાના પ્લોટ શેરી નં. ૩ના રમેશ ભગવાનજી જાવીયાને પકડી લઇ રૂા. ૧૪,૦૮૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
વિંછીયા ખુલ્લા પ્લોટમાં
જુગાર રમતા પ ઝબ્બે
વિંછીયા પોલીસના હેડ કોન્સ. પી. વી. ડાંગર તથા ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વિંછીયાના સમઢીયાળાના વિપુલ ઓઘાભાઇ ગાબુ, વિંછીયાના સંદીપ મનુભાઇ ધાંધલ, સમઢીયાળાના વલ્લભ વિરજીભાઇ ઘોરીયા, સત્યજીત સોસાયટીના વિનુ સવશીભાઇ ડાભી અને સમઢીયાળાના ડાયા મોહનભાઇ ધોરીયાને પકડી લઇ રૂા. ૩૩,ર૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
જસદણ પોલીસના એ.એસ.આઇ. જે. ડી. મજેઠીયા તથા કોન્સ. સંજયભાઇ રાણવા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી દાદુશા હાસમશા શાહમદાર (રહે. જી.ઇ.બી. રોડ સામે ગોકુલ ચોકમાં), ગોકુલ ચોક પાસે રહેતો જાવીદ હબીબભાઇ ડાયાતર, લોહીયાનગરના અશરફ રહેમાનભાઇ પરમાર, પુષ્કરધામના મેરામ બાઘાભાઇ ગીડા, જસદણ ખાટકી ચોક પાસે રહેતો હબીબ દાઉદભાઇ કટારીયા, અને અમીન ગનીભાઇ પરમારને પકડી લઇ રૂા. ૧૦,૭૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. (૭.રપ)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
