<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ભાવનગરમાં છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્‍યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, ભાવનગર શહેરના સુભાષનગર વિસ્‍તારમાં આજે સવારે ક.પરાવિસ્‍તારમાં રહેતા વળદ્ધની છરીના ઘા ઝીંકી હત્‍યા કરી આરોપી નાસી છૂટયા હતા. 

રૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહિલ ઉ.વ.૬૨ આજે સવારે ૮ વાગે શહેરના સુભાષનગર આવાસ યોજના નજીકથી  પસાર થતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા શખ્‍સ એ છરી વડે તેના ઉપર જીવલેણ હુમલો કરી હત્‍યા કરી નાસી છૂટયો હતો. આ બનાવ ની જાણ થતા જ ઘોઘા રોડ પોલીસનો સ્‍ટાફ, એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

સવારે બનેલા આ બનાવથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.

(1:41 PM IST)