<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ વચ્‍ચે વરસતા ઝાપટા

અચાનક વાદળા છવાઇ જાય છે તો ઓચિંતો તડકો છવાઇ જાય

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા પડી જાય છે.

દેવભુમી દ્વારકા

દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં આજે વહેલી સવારે ઝાપટારૂપે ર મી.મી. વરસાદ પડયો હતો.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવાર સુધીમાં જુનાગઢ, વંથલી, વિસાવદર, કેશોદમાં ઝાપટા પડયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૫, મહતમ તાપમાન ૩૨.૫, ભેજનું પ્રમાણ ૮૧%, પવનની ગતિ ૭.૩ કિ.મી. રહી હતી.

(12:06 PM IST)