News of Thursday, 7th August 2025
ગીર સોમનાથ જીલ્લામાં ૧૧૧ ગુન્હા આચરનાર ટોળકી સામે ગુજસીટોકની કાર્યવાહી
જુનાગઢ રેન્જ આઇજીની નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસ દ્વારા ગુન્હો

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૭: ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ (G.C.T.O.C) નો કાયદો સને ૨૦૧૫ માં ગુજરાત રાજયમાં અમલમાં આવેલ છે. જેનો ઉદ્દેશ સંગઠીત ગુના આચરતી ટોળકી “Organized Crime Syndicate” ના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઇ ગુના આચરતી ટોળકી ને નિયંત્રણ લેવા માટેનો છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા દ્વારા ગીર સોમનાથ જીલ્લાના વિસ્તારમાં સંગઠીત ગુના આચરતી ટોળકીને નિયંત્રણમાં લેવા માટે અસંખ્ય ગુન્હાઓ આચરતા ઇસમનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગુન્હાઓ કરવામાં તેને અન્ય કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે તેની માહિતી મેળવવા સુચના આપેલ જે અન્વયે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એમવી. પટેલ તથા પો. સબ. ઇન્સ. એ.સી.સિંધવ નાઓએ અતિગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે ઇ-ગુજકોપ દ્રારા માહિતી મેળવવામાં આવેલ.
જેના ભાગ રૂપે ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના તથા શહેર તથાગીર સોમનાથ જિલ્લાના તાલુકા તથા શહેરોમાં અને આજુબાજુના વિસ્તારમાં તેમજ જુનાગઢ જિલ્લાના વિસ્તારમાં અમુક ગુનેગાર ઇસમોએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગ્રીતો સાથે મળીને ગેર કાયદેસર રીતે વિદેશી દારૂની આયાત, સંગ્રહ અને વેચાણ માટે હેરાફેરી કરી મોટા પ્રમાણમાં પ્રોહી જથ્થો રાખી ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી “organized crime syndicate ‘‘બનાવેલ છે અને આ ટોળીના મુખ્ય ગેંગ લીડર-રસીક જીણાભાઇ બાંભણીયા ઉ.વ.-૪૦, ધંધો. મજુરી, રહે. અંજાર ગામ, તા.ઉના, જિ. ગીર સોમનાથ વાળા સંગઠીત ગુના આચરતી ટોળીના મુખ્ય સુત્રધાર (ગેંગ લીડર) છે. અને છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગ્રીતો સાથે મળીને નાણાંકિય લાભ મેળવવાના હેતુથી બહારના રાજયો હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દિવ, દમણ અને ગોવા રાજયો/સંઘ પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પ્રમાણમાં આયાત કરી તથા સંગ્રહ અને વેંચાણ કરી પોતાના આર્થીક ફાયદા સારૂ ગુન્હાઓ આચરવા સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. જે ટોળકીના સભ્યો દ્રારા આ પ્રકારની ગે.કા. પ્રવળતિમાંથી કમાયેલ નાણામાંથી કોઇપણ પ્રકારનો ટેકસ ભરતા નથી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડેલ હોય અને કાળા નાણામાં વધારો થાય છે. અને આ ગેંગના તમામ સાગ્રીતોએ છેલ્લા ઘણા સમયથી પ્રોહીધારાના ગુનાઓ આચરેલ છે અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે જે ગુનેગાર ગેંગના સભ્યોના નામ/સરનામા તથા દરેક આરોપીઓ વિરૂધ્ધમાં નીચે જણાવેલ રસીક જીણાભાઇ બાંભણીયા અને તેની ટોળકી મળી કુલ-૧૧ સભ્યો વિરૂધ્ધ તેના ગુન્હાહિત ઇતિહાસ આધારે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એકટ-૨૦૧૫નીકલમ-૩(૧)ની પેટાકલમ-(ર) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબનો ગુન્હો રજી. કરી કુલ - ૦૭ આરોપીઓ હસ્તગત કરેલ છે તેમજ ૦૩ આરોપીઓ જેલમાં છે જેમાં (૧) રસીક જીણાભાઇ બાંભણીયા ઉ-.વ. ૪૦ રહે. અંજાર,તા.ઉના, (૨) જાવીદ ઉર્ફે જોન હબીબ શેખ ઉ.વ.૩૯ રહે. નાલીયા માંડવી, તા.ઉના તથા (૩) ભગુ ઉકાભાઇ જાદવ ઉ.વ ૪૦-રહે.ઉમેજ, તા.ઉના તેમજ એક આરોપી- યોગેશ કરણાભાઇ રાઠોડ ઉ.વ.- ૩૭ રહે. સનખડા, તા.ઉના વાળો ફરાર છે આ કામે આગળની તપાસ ઉના ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ. ચૌધરી નાઓ ચલાવી રહેલ છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
