News of Thursday, 7th August 2025
સોમનાથ મંદિર આજુબાજુ કરોડના ખર્ચે કોરીડોર સામે પુરેપુરી બજાર કિંમત આપવા આવેદન
વળતર નહી અપાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૭ :.. સોમનાથ કોરીડોર માં મીલ્કત ધારકોએ પુરેપુરી બજાર કીમત આપવા માંગ સાથે આવેદન પત્ર આપયું
સોમનાથ મંદિર આજુબાજુ કરોડો ના ખર્ચે કોરીડોર બનવા જઈ રહેલ છે જેનો વિરોધ વચ્ચે આજે પ્રાંત અધિકારીને આવેદન આપેલ કે મીલ્કત ની પુરેપુરી બજાર કીમત આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવેલ હતું તેમજ સાંજે ભોય સમાજ વાડી માં મીટીંગ યોજાયેલ હતી તેમાં વિરોધ પણ કરવામાં આવેલ હતો.
સોમનાથ મંદિર ને વિશ્વનું સૌથી મોટું વ્યવસ્થા સાથે બને તે માટે કેન્દ્ર, રાજય સરકાર દ્વારા હજારો કરોડો ફાળવવામાં આવેલ છે મંદિર ની આજુ બાજુના પાંચ કીલો મીટર વિસ્તારમાં ૪૦૦ જેટલી મકાનો,૫૦ ગેસ્ટહાઉસો,હોટલો, ૧૦૦ થી વધુ દુકાનો, ૧૦ જેટલા ધાર્મિક સ્થળો દુર કરવામાં આવશે જેના માટે બે માસ થી મીટીગ પણ બોલાવાય રહેલ છે આજે સોમપુરા જ્ઞાતિ ના પ્રમુખ હેમલ ભટ,શારદામઢ ના અવધેશ શુકલા,રબારી સમાજ ના આગેવાન બાલાભાઈ શામળા, શૈલેષગીરી ગૌસ્વામી સહિત સ્થાનીકોએ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપેલ હતું કે પ્રવાસન હેતુ માટે મીલ્કતો ખરીદ થઈ રહેલ છે જેમાં પોલીસકર્મીઓ દ્વારા ટેલીફોનીક આમંત્રણ આપી બોલાવવામાં આવે છે પ્રાંત અધિકારીની મીટીગમાં ફરજીયાત વેચાણ આપવી પડે તેવી ભાષામાં હોદાનો રોફ ઉભો કરી કાયદાની બીક બતાવી વર્ષો જુની પોતાની માલીકીની મીલ્કતો બળજબરી પૂર્વક વેચાણ માટે ગેરકાયદેસર ના પ્રયાસો માનસીક ટોચર થઈ રહેલ છે મીલ્કતો ની કીમત તંત્ર દ્વારા નકકી કરવામાં આવેલ નથી મીલ્કત માલીકોએ બજાર ભાવે માંગણી કરેલ છે ે
જો પુરેપુરૂ વળતર નહી આપવામાં આવે તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવેલ હતું.
સોમનાથ ટ્રસ્ટ ની મીલ્કતો માં આવેલ ૧૫૦ થી વધારે દુકાનદારોને રામવાડી માં વૈકલ્પીક જગ્યા આપી તમામ ને ૧૫ દિવસ માં ટ્રસ્ટ ની મીલ્કત ખાલી કરવાના આદેશો અપાયેલ છે જેથી સોમનાથ હમીરજી ગોહીલ સર્કલ થી શોપીગ સેન્ટર સુધીની તમામ જગ્યા ખાલી કરવામાં આવશે સોમનાથ કોરીડોર ઝડપભેર શરૂ થાય તેવા સરકાર દ્વારા પ્રયાસો ચાલી રહેલ છે.
સોમનાથ વિસ્તારમાં ભાજપ, આરએસએસ,વિશ્વ હિન્દુ પરીષર સાથે સંકળાયેલા અનેક આગેવાનો અયોધ્યા નવ નિર્માણ વખતે જય શ્રી રામ ના નારા લગાવી અયોધ્યાનો સૌથી વિકાસ થાય તે માટે પ્રયત્ન કરી રહેલ હતા પણ સોમનાથ પ્રભાસપાટણ માં આવેલ અનેક આગેવાનો સોમનાથ માં ભવ્ય કોરીડોર બને તેમાં કેન્દ્ર રાજય સરકાર ની ભાજપ સરકાર સાથે રહેવાની બદલે સોમનાથ કોરીડોર ના વિરોધ માં કામગીરી કરી રહેલ હોય જેથી શિવભકતોમાં આવી બેધારી નિતીના આગેવાનો સામે પણ ભારે આક્રોશ વ્યકત થઈ રહેલ છે સ્થાનીક ઙ્કજાજનો સોમનાથ કોરીડોર માં ફક્ત બજાર કીમત ની માંગણી કરી રહેલ છે મોટાભાગ ના પ્રોજેકેટ ને આવકારી રહેલ છે ત્યારે અચાનક આ વિરોધ થી ભાજપ મોવડી મંડળ માં ભારે આશ્ચર્ય ફેલાયેલ છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
