News of Thursday, 7th August 2025
કચ્છમાં લવ જેહાદ પ્રશ્ને ૧ મહિનાથી લડત ચલાવતા માતા પિતાની તબિયત લથડી: વિધર્મી યુવાન અને દીકરી હજી લાપતા : જુઓ વિડિયો
૪ દિવસથી ભુજમાં ધરણા, ગઈ કાલે સમર્થનમાં સમસ્ત હિન્દુ સમાજે ભુજમાં યોજી હતી વિશાળ રેલી : દીકરીને પાછી મેળવવા પોલીસ કાર્યવાહીની માંગ સાથે માતા, પિતા, પરિવાર અને સમાજના લોકો ધરણા ઉપર બેઠા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : પોતાની દીકરીને લવ જેહાદમાં ફસાવી વિધર્મી યુવાન ભગાવી ગયાની ફરિયાદ લખાવ્યા બાદ છેલ્લા એક મહિનાથી લડત ચલાવતા અબડાસા તા.ના ખારુઆ ગામની હિન્દુ યુવતીના માતા પિતાની તબિયત લથડી છે. બંનેને
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ભુજમાં કલેક્ટર કચેરી બહાર છેલ્લા ચાર દિવસથી દીકરીને પાછી મેળવવા પોલીસ કાર્યવાહીની માંગ સાથે માતા, પિતા, પરિવાર અને સમાજના લોકો ધરણા ઉપર બેઠા છે.
પોતાની દીકરીને લવજેહાદ ફસાવનાર મુસ્લિમ યુવાન પાસેથી દીકરી પરત મેળવવા પરિવારજનો છેલ્લા એક મહિના લડત કરી રહયા છે.
દરમ્યાન ગઈકાલે પોલીસ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રને સર્વે હિન્દુ સમાજે ન્યાય માટે રેલી યોજી આવેદન પત્ર આપ્યું હતું.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
