<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

દિવ્યાંગ ભાઈ-બહેનો "સોશિયલ મીડિયા વોર" ચલાવશે અને ન્યાય માંગશે : રેશ્મા પટેલ

વિદ્યાસહાયકની ભરતી અને સ્પેશ્યલ દિવ્યાંગ વિદ્યાસહાયકની ભરતીમાં સી કેટેગરી માટે કોઈ જગ્યા નથી, : સી કેટેગરીમાં દિવ્યાંગોની સંખ્યા પણ વધારે છે વર્ષોથી પરીક્ષા પાસ કર્યા છતાં હજુ સુધી નોકરી મળી નથી : આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણીનો ભાજપ સરકાર સામે આક્રોશ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણી રેશ્મા પટેલે જણાવ્યું છે કે દિવ્યાંગોના અવાજને સરકાર સુધી પહોંચાડવામાં સૌ મદદ કરો.રૂબરૂ આ લોકોને મેં સાંભળ્યા છે એ લોકોની વાત વાસ્તવિક છે.વિદ્યાસહાયકની ભરતી અને સ્પેશ્યલ દિવ્યાંગ વિદ્યાસહાયકની ભરતીમાં સી કેટેગરી માટે કોઈ જગ્યા નથી.

 સી કેટેગરીમાં દિવ્યાંગોની સંખ્યા પણ વધારે છે વર્ષોથી પરીક્ષા પાસ કર્યા છતાં હજુ સુધી નોકરી મળી નથી. 

         રેશ્મા પટેલે  સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી છે કે સી કેટેગરીમાં આવતા દિવ્યાંગોને નોકરીમાંથી બાકાત ન રાખો, નોકરી આપો.

         આ વિષયને લઈને આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે જણાવ્યું છે કે ભાજપ સરકાર દિવ્યાંગજનો માટે મેળા કરી, મોટી અને ખોટી જાહેરાતો કરે છે, સવેંદના ની માત્ર વાતો, સ્પેશ્યલ દિવ્યાંગ ભરતી માટે મોટા આકડા બતાવે છે પણ નિયમો અને પરિપત્રો ની આટીઘૂંટીમાં નાખી હકદાર લોકોને નોકરીથી વંચિત રાખે છે.

           વધુમાં રેશ્મા પટેલે જણાવ્યું કે દિવ્યાંગ લોકોને કુદરતે એક શારીરિક પડકાર આપ્યો છે, રોડ રસ્તા ઉપર આંદોલન નહીં કરી શકે, આર્થિક , શારિક પડકાર સામે માનસિક યાતના નોકરી ન આપીને ભાજપ આપે છે.

ભાજપ સરકારની સંવેદના જગાડવા ગુજરાતના દરેક દિવ્યાંગ ભાઈ-બહેનો "સોશિયલ મીડિયા વોર" ચલાવશે.અને ન્યાય માંગશે.તેમ આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણી રેશ્મા પટેલે જણાવ્યું છે.

 

(3:38 PM IST)