<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

પોરબંદરની મરીન કંપની દ્વારા ગંભીરા બ્રીજ ઉપર ફસાયેલા ટેન્‍કરને બહાર કાઢવાનું સફળ ઓપરેશન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭:  વડોદરા પાસે ગંભીરા બ્રીજ ઉપર તૂટી ગયેલા પુલ ઉપર ફસાયેલા ટેન્‍કરને બહાર કાઢવાનું સફળ ઓપરેશન પોરબંદરની મરીન કંપની દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્‍યું હતું.

પોરબંદરના ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઇમરજન્‍સી રીસ્‍પોનસ સેલ દ્વારા બ્રીજમાં ફસાયેલા ટેન્‍કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્‍યું હતું.

ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જર જણાવેલ  કે ગંભીરા બ્રીજ ઉપર લટકી ગયેલા આ ટેન્‍કરને સલામત રીતે બહાર કાઢવાનું કામ કઠીન હતું અને આ કામ મરીન કંપનીએ હાથ લીધું હતું.

ઉદ્યોગપતિ કેતનભાઇએ વધુમાં જણાવેલ કે ગંભીરા બ્રીજમાં ફસાયેલા ટેન્‍કરને કાઢવાનું કામ મરીન કંપનીએ માત્ર અર્ધી કલાકમાં પૂર્ણ કર્યુ હતું. મરીન કંપની દ્વારા આ ઓપરેશનનું કામ સને ર૦૦૬ થી કરે છે અને આવા ઓપરેશનમાં માનવ જીન્‍દગીની સલામતીને અગ્રતા અપાય છે.

ગુજરાતમાં કોઇપણ જગ્‍યાએ દુર્ઘટનામાં ઇમરજન્‍સી કામ ઓપરેશન હોય તે હાથમાં લેવા તૈયાર હોવાનું ઉદ્યોગપતિ કેતનભાઇએ જણાવેલ છે. (૯.૧૭)

(1:14 PM IST)