<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ઓછા વરસાદથી ખેડુતોને આર્થિક નુકશાનઃ સાવરકુંડલામાં કોંગ્રેસનું આવેદન

પ્રતાપભાઇ દુધાત, પરેશભાઇ ધાનાણી સહિતનાની આગેવાનીમાં ખેડુતો ઉમટયાઃ મામલતદારના માધ્‍યમથી રાજયપાલને રજુઆત

(અરવિંદ નિર્મળ-ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) અમરેલી-સાવરકુંડલા, તા., ૭: અમરેલી જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ પ્રતાપભાઇ દુધાત, પુર્વ ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણી સહીતનાની આગેવાનીમાં સાવરકુંડલાના મામલતદારના માધ્‍યમથી રાજયપાલશ્રીને આવેદનપત્ર પાઠવાયું છે. જેમાં મોટી સંખ્‍યામાં ખેડુતો ઉમટયા હતા.

આવેદન પત્રમાં જણાવ્‍યું છે કે, ગુજરાત રાજયના ખેડુતો અતિ મુશ્‍કેલીમાં પીડાઇ રહયા છે. કેન્‍દ્ર સરકારે વાહ-વાહી લુંટવા માટે રૂા. પ લાખ ૦ ટકા વ્‍યાજે આપવાની જાહેરાત કરેલ છે. તેના અનુસંધાને જે ખેડુતોને રૂા. પ લાખ મેળવેલ છે તેમની પાસેથી રૂા. ર લાખ પરત લેવામાં આવે છે. રાજય સરકાર તરફથી આવો કોઇ પરીપત્ર ન હોવાને કારણે કશુ કરી શકાતુ નથી. તો આ અંગે તાત્‍કાલીક અસરથી રાજય સરકાર કેન્‍દ્ર સરકાર પરીપત્ર કરે.

ર૦ર૪ માં અતિવૃષ્‍ટિમાં ખેડુતોને રાજય સરકારે વળતર ચુકવવાની જાહેરાત કરી હતી. પરંતુ તે ડીંડક સાબીત થયેલ છે. એક પણ ખેડુતને સહાય મળેલ નથી અને ચાલુ સીઝનમાં અતિવૃષ્‍ટિના કારણે અનેક ખેડુતોએ વાવણી કર્યા પછી પાક તણાઇ ગયો, ખેતરનું ધોવાણ, શેઢા પાળાનું ધોવાણ તેમજ તંત્ર તરફથી દંડ વસુલ લેવામાં આવે છે. આ બાબતે સરકારે જાહેરાત કરી છે પરંતુ પોર્ટલ ન ખુલવાને કારણે કોઇ ખેડુત ફોર્મ ભરી શકતા નથી તેવા સંજોગોમાં કોઇ પણ જાતના સર્વે વગર ખેડુતો પોતાને થયેલ નુકશાનીની અરજી કરે તો તેઓને તાત્‍કાલીક અસરથી વળતર ચુકવવું જોઇએ.

કમોસમી વરસાદથી ચાલુ વર્ષના મે મહિનામાં ખેડુતોને ઉનાળુ પાક જેવા કે ડુંગળી, મગ, અડદ, તલ, બાજરી અને બાગાયતી પાકોમાં પારાવા મોટા પાયે નુકશાન થયેલ જેનું સરકાર દ્વારા ખેડુતોની હમદર્દી જીતવા માટે સર્વે પણ કરાવવામાં આવેલ. પરંતુ આજ દિન સુધી હજી તેની કોઇ ફોર્મ પ્રક્રિયા કે કોઇ જાહેરાત કરવામાં આવેલ નથી તો તાત્‍કાલીક ધોરણે સહાય રાહત પેકેજ જાહેર કરો. જે ખેડુતોને નુકશાન થયેલ છે તેવા ખેડુતોની ફોર્મ ભરવાની પ્રક્રિયા તાત્‍કાલીક ધોરણે હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

ચાલુ વર્ષે ખેડુતોને ડુંગળીમાં પુરતા ભાવ મળેલા નથી. જેની સરકાર દ્વારા સહાય સબસીડીની જાહેરાત કરવામાં આવેલ અને જેમને ભાવ નથી મળ્‍યા એવા ખેડુતોના ફોર્મ પણ ભરાઇ ગયા છે. પરંતુ આજ દિન સુધી સહાય સબસીડી ખેડુતના ખાતામાં જમા કરવામાં આવી નથી તો તાત્‍કાલીક ધોરણે દિવસ પાંચની અંદર સરકાર દ્વારા જાહેર કરેલ સહાય સબસીડીની રકમ ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ છે.

આવેદનપત્રમાં જણાવ્‍યું હતું કે ગત વર્ષે થયેલી અતિવળષ્ટિમાં ખેડૂતોના વાડી ખેતરોમાં વ્‍યાપક પ્રમાણે ધોવાણ થવાથી વાડી ખેતર બિન ઉપયોગી થઈ ગયા હતા અને પારાવાર  નુકસાન થયું હતું. જેનું વળતર સરકારે ચુકયો નથી તે વળતર ચૂકવવું ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે છેલ્લા દોઢમાસ થી વરસાદ નથી ત્‍યારે પાણીની સખત જરૂરીયાત હોય પિયત માટે પાણી આપવું, ખાતર મળતું નથી તો ખાતર આપવું, દિવસના સમયે નિયમિત સમયે વીજળી આપવી વગેરે જેવા ઙ્ક‘ો ઉકેલવા મોટી સંખ્‍યામાં ખેડૂતોએ ઙ્કાંત અધિકારીને આવેદનપત્ર આપ્‍યું હતું ખેડુતો સાથે પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત અમરેલીના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પરેશભાઈ ધાનાણી, જીલ્લા પંચાયત ના પુર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી સહિત આગેવાનો હાજર હતા અને પંદર દિવસમાં તમામ પ્રશ્નો ઉકેલવા રજુઆત કરી હતી. (તસ્‍વીરઃ અરવિંદ નિર્મળ (અમરેલી) દિપક પાંધી-ઇકબાલ ગોરી-સાવરકુંડલા) 

 

(1:34 PM IST)